________________
૧૦
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ રકમ લઈ આપણુ બારોટની જ્ઞાતીને સદરહુ હકક છોડી દેવા કરાર કરેલ છે. તથા પેઢી અને જ્ઞાતી વચ્ચે જે દસ્તાવેજ કરવાનું છે તેને મુસદ્દો તૈયાર કરવામાં આવ્યા છે.
સદરહુ કરાર તથા કરી આપવાના દસ્તાવેજના મુસદ્દા પર વિચાર કરી તેને મંજુર કરવા આજરોજ એટલે સંવત ૨૦૧૮ના ભાદરવા વદી ૯ ને શનીવારને તારીખ ૨૨-૯-૬૨ના રોજ પાલીતાણુની બારોટ જ્ઞાતીની સભા પાલીતાણા મુકામે મળી તેમાં તારીખ ૭-૩-૬રના રાજ ઉપર લખેલા આગેવાનોએ પેઢીને જે કરાર લખી આપે છે તે તથા પેઢીને કરી આપવાના દસ્તાવેજનો મુસદ્દો વાંચી સંભળાવવામાં આવ્યો અને તે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી તે ઉપરથી સર્વાનુમતે એમ ઠરાવવામાં આવે છે કે સદરહુ કરાર તથા દસ્તાવેજ સમગ્ર બારોટ જ્ઞાતિને માટે લાભદાયક છે અને તેથી રજુ થયેલ મુસદ્દા પ્રમાણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી દસ્તાવેજની કલમ ૪ માં જણાવ્યા મુજબ વાર્ષિક રૂ. ૪૦,૦૦૦ અંકે ચાલીશ હજાર લેવાના બદલામાં સદરહુ મુસદ્દાની કલમ ૫ માં જણાવેલા આપણું ત્રણ હક્કો સિવાયના બાકીના આપણા તમામ હક્કો પેઢીને સુપ્રત કરવા મંજુર કરવામાં આવે છે. અને સદરહુ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ આપણે લેવાની રકમ પેટે પેઢી પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા બે લાખ લેવા અને તે રકમ દર વર્ષે આપણે લેવાની રકમમાંથી રૂ. ૨૦,૦૦૦ મુદ્દલ તથા ચડેલું વ્યાજ ૧૦ વર્ષ સુધી કાપી આપી વસુલ આપવા મંજુર કરવામાં આવે છે અને બારેટની જ્ઞાતિ વતી સદરહુ મુસદ્દા પ્રમાણે પેઢીને દસ્તાવેજ કરી આપવા તથા બારોટની જ્ઞાતી વતી રૂપીયા બે લાખ પેઢી પાસેથી લઈ પેઢીને તેની પહોંચ આપવા અને તે રકમ જ્ઞાતીના સભ્યો વચ્ચે વહેંચી આપવા ઉપર જણાવેલા બાર આગેવાનને અધીકાર આપવામાં આવે છે. ઉપર મુજબ ઠરાવ આજરોજ બારેટની જ્ઞાતી મળી તેમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. અને તેની ખાત્રી બદલ નીચે સહીઓ લેવામાં આવેલ છે.”
આ બારેટની જનરલ સભાએ કરેલ આ ઠરાવની નીચે સભામાં ઉપસ્થિત બધા બારેટ ભાઈઓની સહીઓ લેવામાં આવી છે જે ઉતારવી અહીં શક્ય નથી. (૬) આ મૂળ શિલાલેખની છબી પેઢીના ઇતિહાસમાં પહેલા ભાગમાં પૃ. ૪૧ ની સામે આપવામાં
આવી છે અને તેને ઉતારે પૃ. ૬૪ માં આપવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. (૭) પાલીતાણું (શત્રેય)ની બારોટ જાતિ સાથે થયેલા સમાધાનની માફક સને ૧૯૫૭ની
સાલમાં જૂનાગઢ (ગિરનાર)ના બારોટ સાથે થયેલ સમાધાનની વિગતે માટે જુઓ આ પ્રકરણને અંતે આપવામાં આવેલી પૂરવણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org