________________
૧૩૬
શિક માછ કછની પેઢીના તિહાસ આમાં નકરાથી આપવામાં આવેલ આદેશ સામે શ્રી સંધમાં કેટલેાક વિરોધ થયા હતા, પણ સમય જતાં એ શમી ગયા હતા.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર દાદાની ટ્રકમાં જ અનેલ જિનાલયની પ્રતિષ્ઠાના મહાત્સવ એ આખા ભારતના જૈન સંઘના મહાત્સવ હતા એટલે એમાં શ્રીસંધની હાજરી માટી સંખ્યામાં રહે એ સ્વાભાવિક હતુ. અને આ વાત ધ્યાનમાં રાખીને જ નાકારશીઓની અને જુદી જુદી ખાખતાની અનેક જાતની સ`ગીન વ્યવસ્થા કર્યાં વગર ચાલે એમ ન હતું, કારણ કે, શ્રેષ્ઠી કર્માશાએ વિ. સ. ૧૫૮૭માં કરેલ ૧૬મા ઉદ્ધાર પછી. આશરે સાડા ચારસો વર્ષે ખાદ, ગિરિરાજ ઉપર, દાદાની ટૂંકમાં જ પ્રતિષ્ઠા મહેાત્સવ કરવાના આ પહેલા જ પ્રસંગ આવ્યેા હતેા. આ માટે જુદી જુદી કંમટ નીસીને એને જે તે કાર્યની જવાબદારી સેાંપવામાં આવી હતી. એના લીધે નાકારશીની તથા બીજી બધી ખાખતાની વ્યવસ્થા સર્વાંગ સ ́પૂર્ણ અને શ્રીસંધના ઉલ્લાસને ન્યાય આપે એવી થઈ શકી હતી.
આ રીતે પ્રતિષ્ઠાના આદેશા આપવાનુ અને દરેક જાતની વ્યવસ્થા સચવાય એવી ગોઠવણુ કરવાનુ કામ પૂરુ થતાં દસ દિવસના પ્રતિષ્ઠા મહેાત્સવની શુભ શરૂઆત ખૂખ ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે થઈ હતી. અને નક્કી કરવામાં આવેલ મુહૂતૅ, વિ. સં. ૨૦૩૨ના માહ સુદી સાતમના રાજ ચતુર્વિધ શ્રીસંઘના જય જયનાદ વચ્ચે ૫૦૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા નૂતન જિનપ્રાસાદ તથા અન્ય સ્થાનેામાં કરવામાં આવી હતી.
અહી એક વાતની ખાસ નાંધ લેવા જેવી એ છે કે ર્ગાિરરાજ ઉપર મુખ્ય જિના લય અને એકાવન દેરીએથી શાભતું આવું વિશાળ જિનમંદિર માત્ર સાતેક લાખ રૂપિયામાં જ તૈયાર થઈ શકયુ હતુ તે ખીના પેઢીની કરકસરની દૃષ્ટિ તેમજ ચીવટ તથા પેઢીના મુખ્ય સ્થપતિ સામપુરા શ્રી અમૃતલાલભાઈ ત્રિવેદીની કાર્ય કુશળતા અને કાર્યનિષ્ઠાની સાખ પૂરે છે.
આ રીતે દાદાની મુખ્ય ટૂકમાં પાંચ ભવ્ય પ્રવેશદ્વારા બનવાથી તથા પ્રતિમાઓને ઉત્થાપન કરીને અન્ય સ્થાને પધરાવવાથી દાદાની મુખ્ય ટ્રકની શેાભામાં જે અભિવૃદ્ધિ થવા પામી છે તે સૌ કેાઈની તથા એના વિરેાધ કરનારની પણ પ્રશ'સા માગી લે એવી છે.
(પ્રતિમાજીએના ઉત્થાપન કરવાથી લઈને તે એ પ્રતિમાઓને ફરી બિરાજમાન કરવામાં આવી ત્યાં સુધીની બધી હકીકતને આવરી લેતા પ્રતિષ્ઠા મહાત્સવના સવિસ્તર તથા સચિત્ર અહેવાલ મે લખેલ અને પેઢી તરફથી પ્રકાશિત કરવામાં આવેલ “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાના અહેવાલ ”એ નામે પુસ્તકમાં આપવામાં આવ્યેા છે. એટલે અહીં એ બધી હકીકત સક્ષેપમાં આપવામાં આવી છે. આ સચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org