________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સહન કરી શકે. આવું મહા માઠું કૃત્ય કરનાર કેણુ હાવા જોઈએ તેની આજુબાજુના સગને લઈને તેમજ, તે હરામખેરેના બેલેલા શબ્દોથી, જેઓ પાલીતાણામાં હતા તેઓને તે ખાત્રી થઈ ચૂકેલી છે. તેમને પૂછવાથી તમે પણ જાણી શકશે અને એ દુઃખની હકીકત મુનિ મહારાજ હંસવિજયજીના એ સાધુ શિખ્ય હેવાથી તેમને પૂછવાથી પણ જાણી શકશે.
હવે ... ... આવાં કૃત્ય થાય તેમાં આપને કાંઈ લાગણી થતી ન હોય તે આપ સ્વેચ્છા પ્રમાણે વર્તજે અને જે કાંઈ પણ ધર્મની લાગણી હોય તે ઊપર જણાવેલા શ્રીસંઘના ઠરાવને અનુસરીને ચંદન પુષ્પાદક વડે તથા આગી કરાવવા વિગેરે વડે પરમાત્માની વિશેષ ભક્તિ કરજો. સુજ્ઞને ઇસારે બસ છે. વધારે સમજાવવું પડતું નથી. હાલ એ અરજ, સં. ૧૯૬૧નાં કાર્તિક શુદિ-૧.
શ્રી સિદ્ધાચળ તીર્થની ભક્તિમાં તત્પર
અંતઃકરણની લાગણીવાળા જેનો.” ઉપર આપેલ જાહેરાત ઉપરથી એ સહેજે સમજી શકાય એમ છે કે જેમ જેમ સંઘ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શ્રી શત્રુંજય તીર્થને લગતા અનેક જાતના હક્કોના રક્ષણની બાબતમાં પાલીતાણું રાજ્ય સાથે સંઘર્ષમાં ઊતરવું પડતું હતું તેમ પાલીતાણાના ભાટ-બારેટે દેરાસરમાં મૂકવામાં આવેલ ચોખા, ફળ, નિવેદ તેમજ રોકડ નાણું વગેરે બાબતમાં જે હક્કો પહેલાંથી ભેગવતા હતા તેના કારણે ભાવિક યાત્રાળુએનાં મન દુભાતાં હતાં, એટલું જ નહીં પણ ઘણું વાર આ પદ્ધતિ એમને માટે કનડગત રૂપ થઈ પડતી હતી તેમજ કયારેક ક્યારેક એમાંથી બોલાચાલી, કલેશ-કંકાસ કે મોટા ઝઘડા પણ ઊભા થઈ જતા હતા. એટલે આ બાબતનું કેઈક કાયમી સમાધાન થાય એવાં પગલાં ભરવાની ખાસ જરૂર હતી, પણ આ વાતે એવાં ઊંડાં મૂળ ઘાલેલાં હતાં કે જેથી તેને નિકાલ કરવાનું કામ ઘણું જ કપરું હતું અને છતાં એ કોઈ પણ ભોગે પતાવવામાં આવે તે ઈષ્ટ તેમજ જરૂરી પણ હતું.
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જ્યારથી પેઢીના પ્રમુખ બન્યા ત્યારથી એમણે પેઢી હસ્તકનાં તીર્થોને સુરક્ષિત કરવા તરફ જેમ પૂરતું ધ્યાન આપ્યું હતું તેમ યાત્રિકે કેઈ પણ જાતની બેદિલી કે કનડગત વગર, ભક્તિભાવપૂર્વક યાત્રા કરી શકે એવી આવકારદાયક પરિસ્થિતિ સર્જવા માટે પણ તેઓ પૂરતી ચિતા-વિચારણા અને પ્રયત્ન કરતા રહેતા હતા અને એ દિશામાં અનુકૂળતા જણાય ત્યારે નક્કર પગલાં પણ ભરતા રહેતા હતા. બારોટોના આવા હક્કોને લીધે યાત્રિકોને જે બેદિલી અથવા તે ભક્તિભાવમાં અગવડ તેમજ કનડગત વેઠવી પડતી હતી એ એમને હમેશાં ખટક્યા કરતી હતી અને એ દૂર કરી શકાય એવી તકની તેઓ રાહ જ જોયા કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org