________________
શ્રી શત્રુજય મહાતીથને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો
૧૫ સ્વરાજય આવ્યા પછી પાલીતાણા રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું અને એની સાથે સાથે રખેપ નિમિત્તે પાલીતાણા રાજ્યને આપવી પડતી વાર્ષિક રૂા. સાઈઠ હજારની રકમ સૌરાષ્ટ્ર સરકાર તરફથી માફ કરવામાં આવી ત્યાર પછી તેઓએ આ દિશામાં પિતાનું વિશેષ ધ્યાન આપ્યું અને કેટલાંક વર્ષો સુધી ખૂબ ધીરજ અને દીર્ઘ દષ્ટિપૂર્વક આ અંગે બારોટ કેમના આગેવાનો સાથે સમજાવટપૂર્વકની ચર્ચા-વિચારણા કર્યા પછી એવી આવકારદાયક પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેથી પાલીતાણામાં વસતા ભાટ-બારટેની જ્ઞાતિ પોતાના આ અધિકારને જતા કરવા તૈયાર થઈ. પણ આમાં મઢાની વાત કે સામાન્ય લખાણથી ચાલી શકે એમ ન હતું. એટલે જે કંઈ કરવું ઘટે તે કાયદાની દષ્ટિએ બિલકુલ ટકી શકે એવું પાકું કામ કરવાની જરૂર હતી.
આ વાટાઘાટેના પરિણામરૂપે જે દસ્તાવેજ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટે, સૌથી પહેલું કામ, પાલીતાણાની સમસ્ત બારેટ જ્ઞાતિ તરફથી આ કાર્ય માટે પિતાના પ્રતિનિધિઓ નીમીને તેને પૂરતા અધિકાર આપવાનું કરવાનું હતું. તેથી સં. ૨૦૧૮ના મહા વદી આઠમ, તા. ૨૮-૨-૧૯૯૨ ને બુધવારના રોજ બારોટ જ્ઞાતિની સભા બોલાવીને તેમાં પિતાના બાર અધિકૃત પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા.
આ રીતે પ્રાથમિક કાર્યવાહી પૂરી થયા પછી એક બાજુ આ અંગે કરવાના કરારના દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરીને તા. ૮-૯-૧૯૯૨ ના રોજ મુંબઈના સેલિસીટર મણિ લાલ ખેર અંબાલાલ એન્ડ કંપનીની પાસે મંજૂર કરાવ્યું અને બીજી બાજુ તા૨૨-૯-૬૨ના રાજ બારેટ કેમના બાર પ્રતિનિધિઓની પણ એના ઉપર મંજૂરી લેવામાં આવી. અને તે પછી વિ. સં. ૨૦૧૮ના આસે વદી બારસ તા. ૨૫-૧૦-૧૯૬૨ને ગુરુવારના રોજ રૂ. ૧૩,૪૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર એ દસ્તાવેજ લખીને એના ઉપર પાલીતાણાની સબ રજીસ્ટ્રારની કેટેમાં સહીસિક્કા કરવામાં આવ્યા.
આ આખો દસ્તાવેજ નીચે મુજબ કરવામાં આવ્યો હત“ડિસ્ટ્રીકટ ભાવનગર સબ ડીસ્ટ્રીકટ પાલીતાણું “ગામ પાલીતાણ દસ્તાવેજ રેકડ રકમના બદલામાં
“શહેર પાલીતાણામાં શ્રી પવિત્ર શેત્રુંજય ડુંગર પરના તથા તલાટીના તથા ગામના દેરાસરે વિગેરેની આવકને હકક છોડી દીધાને દસ્તાવેજ.
“સંવત ૨૦૧૮ના આસે વદી ૧૨ને વાર ગુરૂવાર તારીખ ૨૫ પચીશમી માહે અકટેમ્બર સને ૧૯૬૨ ઓગણસા બાસઠના રોજ..........
લખાવી લેનાર–સમસ્ત ભારતના વેતામ્બર મુતપૂજક જૈન કેમની પ્રતિનિધિ સંસ્થા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વતી વહીવટદાર પ્રતિનિધિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org