________________
શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો
જાહેર ખબર સર્વે જૈન બંધુઓ જેઓ શ્રી સિદ્ધાચળ મહાતીર્થની યાત્રા નિમિત્તે આવે છે તેમને આ એક અત્યંત આવશ્યક બાબતમાં ખબર આપવામાં આવે છે કે શ્રી સિદ્ધાચળજી તીર્થ દેરાસરજીમાં પ્રભુ પાસે ચોખા, બદામ, પૈસા વગેરે જે કાંઈ ધરવામાં આવે છે તે ત્યાંના બારેટ ઊરે ભાટ લેકે લે છે. તે સંબંધમાં કેટલું ધરવું કે કેટલું નહીં તે તે ધરનારની મરજી ઉપર છે. પરંતુ જેટલું પ્રભુની ભક્તી નિમિત ધરવામાં આવે છે તે કેવી પંક્તિનાં માણસો લઈ જાય છે તે જોવાનું છે કારણ કે આપણે પ્રભુભક્તિને હેતુ તે છેવટ સુધી જળવા જોઈએ. તે જે જળવાય નહીં તે પછી આપણું ધરવું તે ન ધરવા બરાબર છે.
હાલમાં ભાટ લોકે કેવી વર્તણુંક ચલાવે છે તે નવા આવનારા યાત્રાળુઓના ધ્યાન પર લાવવા માટે જણાવવાની જરૂર છે કે ગયા અસાડ માસમાં તે લોકોએ પાલીતાંણુ શેહેરમાં આવેલા મેટા દેરાસરજીમાં મોટું હુલડ કરી શેઠ આણંદજી કલ્યાણજીના કારખાનાના નેકરોને લાકડીઓના સપાટા લગાવ્યા હતા, જે જોઈને યાત્રાળુઓના દીલ એટલાં બધાં કંપી ઊઠયા હતા કે આ શો જુલમ. આપણું આશ્રિતો જ શું આપણને માર મારે. આપણું મુકેલા ચોખા બદામથી રાતામાતા થયેલાએ શું આપણને જ મારવા ઊઠે. આ બધું શું આપણે મૂંગે મેઢે સહન કરવું અને તેઓને વધારે ઉત્તેજન આખ્યા કરવું. આના જેવી મૂર્ખાઈ બીજી કઈ પણ હોય જ નહીં. આટલા ઉપરથી ત્યાં હાજર હતા તે જાત્રાળુઓએ નજરે જોયેલી હકીકતમાં અમદાવાદ વગેરે ઘણા ગામોને ખબર આપ્યા હતા અને તેટલા ઊપરથી ઘણું ગામ તેમજ સેહેરમાં એવા ઠરાવ થયા છે કે જ્યાં સુધી ભાટ લોકે પિતાની ચાલ સુધારે નહીં, આશાતના કરતાં આળસે નહીં અને દુશ્મનાઈ બતાવતા દુર થાય નહીં ત્યાં સુધી પરમાત્માની ભક્તિ ચંદનપુષ્પાદીકથી તથા આંગી વગેરેથી બીજા અનેક પ્રકારે કરવી પરંતુ પર જણાવ્યા પ્રમાણે અત્યંત અઘટિત ચાલ ચલાવનારા બારોટ લોકેને ઉત્તેજન મળે તેવી રીતે એટલે ચેખાબદામ વગેરે મૂકીને કરવી નહીં. તેમજ ડુંગર ઉપર મોટી ટુકમાં કુલનાયકછ માહારાજની પહેલી પૂજાને ચડાવો કરે નહી. આ લેખકેને આશા છે કે આપ શ્રી ઉપર જણાવેલા શ્રીસંઘના વિચારને અનુકૂળ જ વિચાર ધરાવશે. સંઘ વિરૂદ્ધ વિચાર ધરાવશે નહીં.
ઊપર જણાવેલી હકીક્ત કરતાં બીજે વધારે કમકમાટ ભરેલો બનાવ એક એ બન્યા છે કે જે સાંભળતાં તમારૂ હદય પણ કંપી ઊઠશે. એક સાધુને ચાર જણાએ પકડી, વગડામાં લઈ જઈ, તમામ કપડા ઉતારી લઈ હાથ પગ બાંધી કેટલાંક દૂર વાડમાં નાંખી દીધા કે જે સાધુને પત્તો રોવીસ કલાકે મળે. આવું અસહ્ય દુખ સાધુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org