________________
શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો આવતા તે બાબત સદરહુ ભાટ લોકોને બોલાવી પુછતાં બારોટ જીજી ગછ થા હરીસબ જગનાથ ત્યા રાયમલ ગગજ થી હરીસંગ માવજીએ જાહેર કર્યું કે જેન સીતમબરી ધર્મના શેત્રુજા ડુંગર ઉપર ત્થા શેહેરમાં જે દેવલો છે તે તેને દેવ પાસે જે કાંઈ ધરે તે લેવાનો તથા કાંઈ કીયા કરે છે તે ઉપર અમારો હક છે ને તે બાબત સીતબરી ધર્મવાલા સાથે પિસ્તર અમારે ઠરાવ થયેલ છે. તે પ્રમાણે લઈએ છીએ અને આ દિગંબરી ધર્મવાળાનું તે તમામ અમે લઈએ છીએ.”
આ રીતે આ ફેંસલાની શરૂઆત કર્યા પછી આ તીર્થની બાબતમાં ભાટ લે કે, એટલે કે બારેટ લોકે, શ્વેતાંબર જૈન સંઘ પાસેથી શું શું લેવાના હક્કો ભેગવતા હતા તેની જે યાદી આપવામાં આવી છે તે ઉપરથી યાત્રિએ ભક્તિભાવે ચડાવેલ પૈસા તથા બીજી વસ્તુઓ ભંડારમાં અથવા દેરાસરમાં જવાને બદલે બારેટ લોકોના કબજામાં, હકની રૂએ, જતી હતી તેને ખ્યાલ આવી શકે એમ છે. એટલા માટે એ યાદી જાણવી ઉપયોગી તેમજ જરૂરી થઈ પડે એમ છે. તેથી અહીં એ રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે–
“(૧) પરમેશ્વર પાસે ચેખા બદામ નાળીએર રોકડ નાણું વગેરે જે કાંઈ ધરાયા તે તમામ ભાટ લેકો લીએ છે.
(૨) આદેશ્વર ભગવાનની પહેલી પુંજાનું ધન બેલાય તે ફક્ત ભાટ લોકે લીએબાકી બીજા દેરાનું કારખાનામાં રીએ છે.
(૩) આરતીનું ઘી બેલાય તે કારખાના રહે છે તે આરતીમાં જે કાંઈ રેકડ નાણું નાંખે તે ભાટ લેકે લીએ છે.
(૪) રૂપાને દાગીને છત્તર વગેરે માટે દેરે કે બીજે હરકેઈ દેરે ચડાવે તેના રૂા. ૪-ચાર ભાટ લોકોને ઉધડા અપાય છે.
(૫) હિરા માણેક મતી સોનાના દાગીના રૂા. ૧૦-દસ રૂપે આ ઉઘડા ભાટ લેકેને અપાય છે.
(૬) પુજા ભણાવતી વખતે નીવેદ ધરાય તેમાં રાક અને રોકડ નાણુ જે ધરાય તે તમામ ભાટ લેકે લીએ છે.
(૭) સત્તર ભેદી પુજા ભણાય તેના રૂ. પા- કારખાનામાં લવાય તેમાંથી રૂા. ના આઠ આના ભાટને અપાય છે. બાકીની વદમાં રેકડનાણું વગેરે જે ધરાય તે ત્યા અંગ લુસવાના કપડા સહીત ભાટ લેકે લીએ છે.
(૮) નાની સનાર પુંજા ભણય તેમાં પૈસા ૭–૧ કારખાનામાં લેવાય છે તેમાંથી ભાટને પાંચ પાઈ અપાય છે બાકી નીવેદ અને થાપના ભાટ લેકે લીએ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org