________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧૦૫
હાય તા તે સીધી કરી શકાય એમ જૈન કામની સમજૂતી હતી, જ્યારે પાલીતાણા રાજ્ય તથા એજન્સી આવી અરજી પાલીતાણા રાજ્ય મારફત જ થઈ શકે એવા એના અથ કરતાં હતાં. આને લઈને ગિરિરાજ ઉપર આવેલ મહાદેવની દેરીની ગઢ બહારની હદ નક્કી કરવા અંગે જે વિવાદ ઊભા થયા તેના નિણૅય આવા તા ખાજુએ રહ્યો, પશુ રાજ્યના ફૈસલા સામે એજન્સીમાં અપીલ કરવાના મુદ્દા એટલા માટો થઈ ગચા કે લગભગ ત્રણ-ચાર વર્ષ સુધી એ અગે જાતજાતની અરજીઓ કરવા છતાં તેના નિકાલ ન થઈ શકયો. અને તેથી કરારની ૧૧ મી કલમમાં જણાવ્યા મુજબ ગિરિરાજ ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર આવેલાં બધાં સ્થાનાના નિશ્ચિત સ્થળનિર્દેશ કરતા નકશા તૈયાર કરવાનું કામ વર્ષો સુધી ખારંભે પડતું રહ્યુ. છેવટે પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા પાલીતાણાના દરબાર સર બહાદુરસિંહજી વચ્ચે કેટલીયે મુલાકાતા થયા બાદ આ નકશાને અંતિમ રૂપ આપી શકાયું હતું અને તેના ઉપર અને પક્ષના સહી-સિક્કા સને ૧૯૪૦ની આસપાસ થઈ શકયા હતા.
આમ તા પાલીતાણા રાજ્ય સાથે અવારનવાર સ`ખ્યાબંધ નાના-મોટા ઝઘડાઓકેટલીક વાર તા સાવ નજીવા લાગે એવા મુદ્દાઓને લઇને પણ થતા રહ્યા હતા. આમાંના આવા વિવાદજનક મુદ્દાઓની રજૂઆત આ પ્રકરણમાં ઠીક ઠીક વિગતે આપવામાં આવી છે. જ્યારે સને ૧૯૨૮ ના રખાપાના છેલ્લા પાંચમા કરાર થયા તે વખતે ત્રણ મુદ્દાઓ અગેના વિવાદ લાંબા વખતથી ઊભું થયેલે હતા અને એના નિકાલ આવી શકયો ન હતા. આ ત્રણ મુદ્દા એટલે : (૧) ગિરિરાજની તળેટીથી તે ગઢના પ્રવેશદ્વાર સુધીના મોટા રસ્તા નામે ઓળખાતા માર્ગ ઉપરના માલિકીહ તથા તેની સાચવણી તેમજ સમારકામ કરવાના અધિકારને લગતા. (૨) અંગારશા પીરની દરગાહ ઉપરના જૈન કામના અધિકારને લગતા તથા તેના સમારકામની સત્તાને લગતા. (૩) ગઢ ઉપર સૂરજકુ'ડ પાસે આવેલ મહાદેવની દેરી ઉપર રાજ્યની માલિકી કે જૈન કામની માલિકી ?—એ સખ`ધી મુદ્દો. માટા રસ્તા તથા અગારશા પીરની માલિકી અંગેના વિવાદ છેક સને ૧૯૦૩ થી ઊભા થયા હતા અને મહાદેવની દેરીની માલિકી સમધી વિવાદ છેક સને ૧૯૨૧ ની સાલથી ઊભા થયા હતા. અને અનેક પ્રયત્ના છતાં આ ત્રણેય વિવાદ અંગે પાલીતાણા રાજ્ય અને જૈન કામ વચ્ચે કાઈ પણ જાતનુ` સમાધાન થઈ શકયુ ન હતુ. છેવટે આ ત્રણેય વિવાદાસ્પદ મુદ્દાઓનું સમાધાન સને ૧૯૨૮ ના કરાર થયા તે વખતે આ પ્રમાણે કરવામાં આવ્યુ' હતું—
(૧) કરારની કલમ સાત મુજબ તલાટીથી તે ગઢના પ્રવેશદ્વાર સુધીના માટા રસ્તાની અને એની સાથેની પેરેપેટ વાલની સાચવણી કરવાના અને એનું સમારકામ કરવાના અધિકાર જૈન ફામને મળ્યા હતા અને એ માટે કોઈની પણ મજૂરી લેવાની
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org