SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આઠ કન્ની પેઢીને ઇતિહાસ પાલીતાણા શન્યની કોર્ટમાં દાવો કરીને દાદ માંગવાને બદલે એજન્ટ ટુ ધી ગવર્નર કનલ ડબલ્યુ. પી. કેનેડીને જ રાજકોટ મુકામે અપીલ કરવાને નિર્ણય કરીને તા. ૨૮-૧-૧૯૦૫ના રોજ એક સવિસ્તર અરજી મોકલી હતી. આ અરજીમાં અંગારશા પીરની જગ્યા શત્રુંજયના ગઢની અંદર હોવાથી એની પૂરેપૂરી માલિકી તેમ જ એની સાચવણી તેમજ એનું સમારકામ કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની જ હોવાનું વિગતવાર જણાવવામાં આવ્યું હતું. (સાથે સાથે તળેટીથી શરૂ કરીને તે ગિરિરાજના પ્રવેશદ્વાર સુધીના રસ્તાને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે તેનું સમારકામ કરવાની સત્તા પણ પેઢીની જ હોવાનું જણાવ્યું હતું.) આ રીતે પિતાને કેસ રજૂ કર્યા બાદ પેઢી તરફથી ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી: (૧) પાલીતાણાના ઠકારશ્રીએ મુસલમાન જમાતને શત્રુંજય ઉપર ગઢની અંદર સમારકામ તથા બાંધકામ કરવાની જે રજા આપી હતી તે તા. ૧૬-૩-૧૮૭૭ મુંબઈ સંસ્કારના નં. ૧૬૪૧ ના ઠરાવની કલમનો ભંગ કરે છે અને તેથી તે ગેરકાયદે અને અમલ ન કરી શકાય તેવી છે એમ જાહેર કરવું. (૨) ઠાકોર સાહેબે (મુસલમાન જમાતને અંગારશા પીરમાં સમારકામ અને બાંધકામ અંગે) જે મંજૂરી આપી છે તે સિદ્ધ કરવા સૂચવવું. (૩) પાલીતાણાના ન્યાયાધીશે તા. ૨૨-૪-૧૯૦૭ ના રોજ જે આદેશ આપે છે તે તથા એના અનુસંધાનમાં જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે રદ કરવી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મિ. કેનેડીને કરવામાં આવેલી આ અરજીનો નિકાલ કરવાનું કામ હિલવાડના પોલિટીકલ એજન્ટ તા. બીજી અને ત્રીજી સ. ૧૯૦૬ ના પત્રથી એજન્ટ ટુ ધી ગવર્ન૨ મિ. સી. એચ. હીલને સેપ્યું હતું. એટલે આ અરજીનો ફેંસલો તા. ~~૧૯૦૮ ના રોજ એજન્ટ ટુ ધી ગવર્નર મિ. સી. એમ. હિલે આપ્યો હતો અને એમાં અંગારશા પીરના તથા રતાના સમારકામ અને જે કંઈ વિવાદ ઊલે થયો છે એ માટે પેઢીએ પાલીતાણાની કાયદેસરની કેર્ટમાં પિતાને હક સાબિત કરવા હજી કંઈ પ્રઅન કર્યો લ્હી અને ત્યાં જે કંઈ પ્રયત્ન થઈ શકે તે કરવામાં ન આવે ત્યાં સુધી એજન્સી આ બાબતમાં કોઈ પણ બાબતની દરમિયાન ગીરી નહીં કરે, કારણ કે, રાજ્યને આવી બાબતની કાયદેસરની તપાસ કરવાને પૂરેપૂરે અધિકાર છે એમ જણાખ્યું હતું. આ ફેંસલાને અર્થે મિ. મિતે આપેલા ફેંસલાનું જ પુનરાવર્તન કરવા જે થતું હતું. એટલે જે આ ફેંસલાને અમલ કરવું હોય તે પેઢીને આ પ્રકરણમાં પાલીતાણાની કેટને આશ્રય લે અનિવાર્ય હતા. વળી આ ફેંસલે ચિ. કેનેડીને હી તરફથી તા. ૨૮-૧-૧૯૦૫ ના રોજ કરવામાં આવી હતી તે પછી આશરે સાડા ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy