________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માંગણી સામે તા. ૨૧-૧૨-૧૯ ૦૩ના રોજ એક લાંબે જવાબ મિ. અલીના સ્થાને ઝાલાવાડ પ્રાંતના પોલિટીકલ એજન્ટ તરીકે નિમાયેલા મિ. મેધર (Mr. H. D. Mereweather)ને પાલીતાણું રાજ્યના મુખ્ય કારભારી શ્રી દેલતરામ મતીરામની સહીથી મેકલી આપે. (અહીં એ જાણવું રસપ્રદ થશે કે આ જવાબને મુસદ્દા તે તે વખતના જાણીતા રાષ્ટ્રીય નેતા અને બેરિસ્ટર સર ફિરોજશાહ એમ. મહેતાએ ઘડો હતે.) આ જવાબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને બતાવવાનો આદેશ મિ. મેરેવેધરે તા. ૧-૪-૧૯૦૪ના રોજ કર્યું હતું અને એમાં એને જવાબ આપવા પેઢીને સૂચવ્યું હતું.
પેઢીએ તા. ૧૨-૭-૧૯૦૪ના રોજ પાલીતાણા રાજ્યની આ અરજીને ખૂબ લંબાણથી જવાબ આપીને અંગારશા પીરના સ્થાન ઉપર જૈન કોમના માલિકી હકને પૂરેપૂરે બચાવ કર્યો હતે.
પાલીતાણા રાજ્ય તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કરવામાં આવેલ અરજીઓનો નિકાલ કરતાં ઝાલાવાડ પ્રાંતના પિલિટીકલ એજન્ટ કેપ્ટન ડબલ્યુ. બીલે (w. Beale) તા. ૯-૧૧-૧૯૦૪ ના રોજ પિતાને ફેંસલે આપ્યો હતો. આ ફેંસલામાં દરબારશ્રી તરફથી, પેઢી તરફથી તથા મુસલમાન જમાત તરફથી કરવામાં આવેલી રજૂઆત ઉપર વિચાર કરીને એમણે જણાવ્યું કે ગઢની અંદર પાલીતાણાના દરબારશ્રીને કોઈ પણ જાતને અધિકાર નથી એ નકકી કરવા માટે પહેલાં પાલીતાણાની કોર્ટમાં શ્રાવક કેમે દાવો કરે જોઈએ અને એ દાવાના ફેંસલાથી જે શ્રાવક કેમને અસંતોષ હોય તે પછી તેઓ એજન્સી સમક્ષ રજૂઆત કરી શકે.
આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ બાબત ન્યાય માગવા માટે સૌથી પહેલાં પાલીતાણું રાજ્યની કેર્ટમાં દાવો કરવાનું રહેતું હતે. પણ આ પ્રકરણમાં ભલે દેખીતી રીતે એક બાજુ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને બીજી બાજુ મુસલમાન જમાત વાદી તથા પ્રતિવાદી તરીકે રજૂ થતાં હતાં, પણ મુસલમાન જમાતે ગિરિરાજના ઇતિહાસમાં સૌથી પહેલી વાર કહી શકાય એ રીતે અંગારશા પીરની દરગાહની જમીનમાં સમારકામ અને બાંધકામ કરાવવાનું નક્કી કરીને તે માટે પાલીતાણા રાજ્ય પાસેથી પરવાનગી પણ મેળવી હતી. એટલે ખરી રીતે, મુસલમાન જમાતનું આ પગલું પાલીતાણા રાજ્યની આડકતરી પ્રેરણા કે ચઢવણીથી જ લેવામાં આવ્યું હતું. એટલે જેમાં રાજ્ય પોતે જ ભલે આડકતરી રીતે પણ, હિત ધરાવતું હેય અથવા સંડેવાયેલું હોય એ બનાવ અંગે પાલીતાણા રાજ્યની કોર્ટમાં દાવો કરવાથી ન્યાય મળવાની સંભાવના હતી જ નહીં. એટલે પેઢીએ મિ. બિલના આદેશ મુજબ ૧૩
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org