________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહામ
આ આદેશ શ્રાવકોના પક્ષે એટલા પ્રમાણમાં લાભકારક જરૂર હતા કે અંગારશા પીરની દરગાહની જગ્યા ઉપરનુ આંધકામ બીજો હુકમ ન થાય ત્યાં સુધી અધ રાખવાના આદ્રેશ મુસ્લિમ જમાતને આપવામાં આવ્યા હતા. પણ એમાં સને ૧૮૭૭ ના નં. ૧૬૪૧ના ઠરાવ અંગે રાજ્યે જે વલણ અપનાવ્યુ' હતુ' તેની સામે શ્રાવક કામના હની પૂરેપૂરી સાચવણી થાય એ માટે પૂરતા પ્રયત્ન કર્યા વગર ચાલે એમ ન હતું.
૯૬
દીવાનશ્રીના આ હુકમમાં જણાવ્યા મુજબ મુસલમાન જમાત અને પેઢીના પ્રતિનિધિઓએ તા. ૧૫-૫-૧૯૦૩ ના રાજ હજૂર કોર્ટમાં હાજર થવાનું હતું. પશુ તે વખતે પેઢીના મુનિમ તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે અત્યારે હું મારી દીકરીનાં લગ્નના કામમાં રોકાયેલા છુ, એટલે હાલ તરત આ કામ મુલત્વી રાખવામાં આવે અને એ રીતે એ વખતે એ કામ મુલત્વી રહ્યું હતુ. પણ પછી તે આ કામ માટે હજૂર કાર્ટમાં હાજર થવાને બદલે પેઢીના વહીવટદાર પ્રતિનિધિની સહીથી ઝાલાવાડના પોલિટિકલ એજન્ટ લેફ્ટ. કર્નલ જે. એસ. આશ્મી ( J. S. Ashby )ને તા. ૧૪-૬-૧૯૦૩ ના રાજ અરજી કરવામાં આવી અને એમાં પાલીતાણાના ઠાકાર સાહેબ મુંબઈ સરકારના સને ૧૮૭૭ ના ન’. ૧૬૪૧ના ઠરાવને માન્ય રાખે અને પેઢીના નાકરા ઉપર જે ફ઼ાજદારી દાવા દાખલ કરવામાં આવ્યો છે તે પાછા ખેચી લે એ પ્રમાણે દશ્મારને આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
પેઢી તરફ્થી ઉપર પ્રમાણે જે અરજી લેફ્ટ, કર્નલ આશ્મીને કરવામાં આવી હતી તેના ઉપર તેમણે તા. ૧૭-૬-૧૯૦૩ના રાજ જે શેશ કર્યાં હતા તેમાં ત્રણ મુદ્દા આ પ્રમાણે જણાવવામાં આવ્યા હતા; (૧) મિ. કેન્ડીના અહેવાલમાં જણાવ્યા મુજબ અગારશા પીર ઉપર જૈન કામની માલિકી અને એમના જ કબજો છે, (૨) એટલા માટે બીજી જે કામ અથવા વ્યક્તિ એના ઉપર પોતાના કબજો હાવાનુ કહેતી હાય એણે કાયદાની કોર્ટમાં પેાતાના હક સાષિત કરી બતાવવા જોઈએ. (૩) આમ હાવાથી એ જગ્યા ઉપર અધિકાર જમાવવાના જે કઈ પ્રયત્ન થાય તેના સામના કરવાના અધિકાર જૈન કામના છે. અને એટલા માટે એમના માણસા ઉપર સુલેહના ભંગ કરવા માટેના જે કેસ કરવામાં આવ્યા છે તે કાયદાની વિરુદ્ધ છે. આ ખાખતમાં દરખારશ્રીને જે કંઈ જવાબ આપવા હાય તે, હું ઘણું કરીને સેામવારના રાજ પાલીતાણાની મુલાકાત લેવાના ' તે વખતે, જે શકથ હાય તા તે રજૂ કરી મને આભારી કરે.
પેઢી તરફથી તા. ૧૪-૬-૧૯૦૩ ના રાજ કરવામાં આવેલ અરજી ઉપર મિ. આશ્મીએ ઉપર મુજબ જે શેરશ કર્યાં હતા તે એક ંદર શ્રાવક કામના અધિકારની રક્ષા કરે એવા અને એને સાષ આપે એવા હતા. પણ મિ. આશ્મીના આ નિણ્યને પાલીતાણા રાજ્યે માન્ય ન રાખ્યા અને મિ. આશ્મીની આ રજૂઆત તથા પેઢીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org