________________
૧૯.
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શિષ્ય ગૌતમ અણગાર માસિક સંલેખના વડે શત્રુંજય ગિરિ ઉપર કાળધર્મ પામીને મેક્ષે ગયા હતા, તેને ઉલેખ આ પ્રમાણે મળે છે– ...ततेणं से गोतमअणगारे अण्णया कताई जेणेव अरहा अरिटणेमी...तहा थेरेहिं सद्धि सेत्तुंजए पव्वए दुरूहति, मासियाए सलेहणाए बारस वरि. साई परियाओ० जाव सिद्धे ।।
-અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૩ (આગોદય સમિતિ), પત્ર ૩ B. શ્રી ધનેશ્વરસૂરિકૃત “શ્રી શત્રુંજયમાહાત્મ', શ્રી ધર્મઘોષસૂ રિરચિત અને શ્રી શુભશીલ ગણિકૃત વૃત્તિયુક્ત “સિત્તેજક –આ બે ગ્રંશેમાં તે મુમુક્ષુ આત્માઓએ શ્રી શત્રુંજય ઉપર કરેલી સાધનાની અનેક કથાઓ સચવાયેલી છે; ઉપરાંત જૈન સાહિત્યમાંના ઉપદેશાત્મક તેમ જ ચરિત્રાત્મક બીજા ગ્રંથોમાં પણ આવી ઘટનાઓ નોંધાયેલી મળે છે. પ્રભાવકચરિત્ર'માં આ સંવત વિ.સં. ૧૨૧૩ જણાવ્યું છે, ત્યારે પ્રબંધચિંતામણિ તથા કુમારપાલપ્રતિબોધપ્રબંધ” નામે એક અજ્ઞાતકર્તક કૃતિમાં વિ. સં. ૧૨૧૧ બતા છે. આની વધુ માહિતી માટે જુઓ પાંચમાં પ્રકરણની પાંચમી પાદનોંધ. પાદનોંધ નં. ૨૧માં સૂચવેલ ત્રણ ગ્રંથે ઉપરાંત “સિત્તેજક 'ની ટીકામાં પણ બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધારની કથા આપવામાં આવી છે.
૨૫.
બાહડ મંત્રીએ કરાવેલ ૧૩માં ઉદ્ધારની કથા ખૂબ હૃદયસ્પર્શી અને ધર્મભાવનાને જાગૃત તથા પુષ્ટ કરે એવી છે. આ કથા પાંચમા પ્રકરણની છઠ્ઠા નંબરની યાદને ધમાં આપવામાં આવી છે. આ ઉદ્ધાર થયે ત્યાં સુધી તે ગિરિરાજ ઉપર બહુ જ ઓછી સંખ્યામાં દેવમંદિરે હતાં. અને આ પર્વતના બીજા શિખર ઉપર નવ ટૂંકરૂપે દેવમંદિરોને જે અસાધારણ વિભવ રચાયો તે તે આ ઉદ્ધાર થયા પછીના સમયમાં જ. એક હજાર વર્ષ કરતાં પણ લાંબા સમય દરમ્યાન આ તીર્થ ઉપર આવતી રહેલી આપત્તિઓની વિગતો ઉપલબ્ધ નથી. આમ છતાં જ્યારે સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મનું વર્ચસ્વ હતું ત્યારે એ ધર્મના અનુરાગીઓ તરફથી આ તીર્થ ઉપર ઉપદ્રવ થયાની હકીકત કેટલાક પ્રમાણમાં જાણવા મળે છે, જે પાદનોંધ નંબર ૨૬માં આપવામાં
આવેલ છે. ૨૬. (1) વાત તીર્થ, guenifમધું ઘરFા
ज्ञात्वा धनेश्वराचार्यों वल्लभीनगरे ययौ ॥ शिलादित्यनृपं तत्र, प्रबोध्य सूपदेशतः । जित्वा बौद्धांश्च सिद्धादि, तीर्थ शीघ्रमवालयत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org