________________
૩૪
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ | મુનિવરેના કહેવા મુજબ એક ઘડી વેચાવા આવી; પિતાની પત્નીના કહેવાથી ભાવડશાએ તે ખરીદી લીધી. સમય જતાં એ ઘડીએ એક વછેરાને જન્મ આપે. એ ઉત્તમ લક્ષણેથી અંકિત હતો. એ ત્રણેક વર્ષનો થયો ત્યારે તપન નામના રાજાએ એને ત્રણ લાખ જેટલું દ્રવ્ય આપીને ખરીદી લીધે.
શ્રેષ્ઠી ભાવડશા ઘોડાને પારખુ હતા. એટલે આ લક્ષ્મીના બળે તેઓ ઘેડાના સોદાગર બની ગયા. અને એક સમયે ઉત્તમ કેટીના સંખ્યાબંધ (૨૧) અધોને એમણે એવા કેળવ્યા કે જેનાર એને બે ઘડી જોઈ જ રહે !
તે સમય પરદુઃખભંજન રાજા વીર વિક્રમને હતા. એ જે ઉદાર હતા, તેવો જ વિચક્ષણ હતો. તે પોતાની ચતુરંગી સેનાને હંમેશા સજજ રાખતે અને એમાં ઉત્તમ કટિના અશ્વોને વસાવવાને એને શોખ હતો. ભાવડશાએ ઉજ્જયિની નગરીમાં જઈને પિતાના ઉત્તમ અશ્વો સમ્રાટ વિક્રમને ભેટ આપી દીધા. અને જ્યારે વિક્રમ રાજાએ પ્રસન્ન થઈને એનું મૂલ્ય લેવા કહ્યું ત્યારે ભાવડશાએ લાગણી અને વિવેકપૂર્વક કહ્યું : “આપ તે આખા દેશને રક્ષક છે અને આખી પ્રજાનું ભલું કરનાર છે. તે આપના કાર્યમાં મારી આ નમ્ર ભેટ સ્વીકારીને મને ઉપકૃત કરશે. મારે અશ્વોનું મૂલ્ય લેવાનું નથી.”
ભાવડશાની વાત વિકમ ૨જાના અંતરને સ્પર્શી ગઈ. એ વખતે તે તેઓ ચુપ રહ્યા, પણ પૈડા દિવસ પછી સમ્રાટે એને રાજસભામાં બોલાવીને એનું ખૂબ બહુમાન કર્યું અને શત્રુંજયની નજીકમાં આવેલ મધમતી (મહુવા) નગરી અને એની આસપાસનાં બાર ગામ ભેટ આપીને એનું રાજવીપણું એને અર્પણ કર્યું'. ભાવડશા સમ્રાટની આજ્ઞા લઈને પિતાના નગર પાછા ફર્યા અને તે પછી તેઓ કાંપત્યપુર છોડીને મધુમતીમાં રહેવા લાગ્યા. એમને ભાગ્યને સૂર્ય વધુ ને વધુ પ્રકાશમાન થતા જતા હતા.
સમય જતાં આ શેઠ-શેઠાણીને સંતાનની જે ખામી લાગ્યા કરતી હતી, તે પણ દૂર થઈ અને એમને ત્યાં એક લક્ષણવતા પુત્રને જન્મ થયો. એનું નામ એમણે જાવડ રાખ્યું. જાવડશા મોટી ઉંમરના થયા ત્યારે શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલ ઘેટી ગામના શ્રેષ્ઠી શરની સુપુત્રી સુશીલા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં. સુશીલા પણ એના નામને અનુરૂપ સુશીલ અને ધર્માનુરાગી સજારી હતી.
દિવસ આથમે અને ખીલેલું કમળ બિડાઈ જાય તેમ આયુષ્યને દર પૂરે થયો અને શ્રેષ્ઠ ભાવડશા તથા શેઠાણી ભાવલા આ દુનિયામાંથી વિદાય થયાં. મધુમતી અને ૧૨ ગામના રાજવીપદની જવાબદારી શ્રેષ્ઠી જાવડશા સંભાળવા લાગ્યા. સાથે સાથે એમને વહાણવટા વગેરેને વ્યવસાય તે ચાલુ જ હતા. વળી ગિરિરાજ શત્રુંજય મહાતીર્થની સંભાળ રાખવાની જવાબદારી પણ એમના ઉપર જ હતી. - સૌરાષ્ટ્રની નજીકનો એક દેશ. ત્યાં પ્લેચ્છો (મેગલ)નું રાજ્ય. ત્યાંના રાજાએ જાણ્યું કે ભારતના સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં અઢળક ધન પડયું છે, એટલે ધન મેળવવાના લેભથી પ્રેરાઈને એણે સૌરાષ્ટ્રમાં દરિયા મારત પિતાનું લશ્કર ઉતાર્યું અને મધુમતી નગરી વગેરે સ્થાન પર હુમલો કર્યો. જાવડશાએ એને સામને તે પૂરેપૂરો કર્યો, પણ લશ્કર એાછું એટલે અંતે તેઓ હારી ગયા. બ્લેક રાજા અઢળક ધન તેમ જ અનેક દાસ-દાસીઓને લઈને પિતાના દેશ તરફ રવાના થયો, એટલું જ નહીં, પણ એ પિતાની સાથે શ્રેષ્ઠી જાવડશા અને એનાં પત્નીને પણ કેદ કરીને લે ગયે.
શ્લેચ્છ દેશમાં પણ જાવડશા પોતાની બુદ્ધિના બળે અને ધર્મના પ્રતાપે રાજા અને પ્રજા બંનેમાં માનતા થઈ પડ્યા. અને વેપાર ખેડીને એ પણે ધત પશુ ઘણું ભેગું કર્યું. ત્યાંના બાદશાહના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org