________________
૩૩
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૪. ચિત્તોડના મંત્રી કર્માશાએ વિ. સં. ૧૫૮૭માં, આચાર્ય રત્નાકરસૂરિજીની નિશ્રામાં,
કર્યો (સેળ ઉદ્ધાર ). આ રીતે પ્રાગ ઈતિહાસકાળના બાર અને ઇતિહાસકાળના ચાર મળીને કુલ સોળ ઉદ્ધાર થયાની વાત જેમ પ્રાચીન ગ્રંથમાં સચવાયેલી છે, તેમ જૈન સંઘમાં પણ ગિરિરાજના સોળ ઉદ્ધાર થયાની વાત જ ઘણે મોટે ભાગે માન્ય અને પ્રચલિત થયેલી છે. આમ છતાં પં. શ્રી વિવેકધીર ગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલ અને મંત્રી કર્માશાએ કરાવેલ ગિરિરાજના છેલ્લા (સોળમાં) ઉદ્ધારની વિગતો આપતા “શ્રી શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ” નામે કાવ્યમાં પ્રથમ ઉલ્લાસના એકથી છ સુધીના લેકમાં ૧૮ ઉદ્ધારની નામાવલિ આપી છે. તેમાં સમરાશાએ કરાવેલ (પંદરમાં) ઉદ્ધારની ગણના અઢારમા ઉદ્ધાર તરીકે કરવામાં આવી છે. એટલે મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધાર ક્રમાંક ૧૯મો થાય છે. આ રીતે આ યાદીમાં જે ત્રણ વધુ ઉદ્ધાર નંધ્યા છે, તે આ પ્રમાણે છે: (૧) સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ કરાવેલો. (૨) આ૦ ધનેશ્વરસૂરિના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાવેલ. અને (૩) મહામંત્રી વસ્તુપાલે કરાવેલ. ૧૫. શ્રેષ્ઠી જાવડશાએ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારના ક્રમ પ્રમાણે તેર અને ઈતિહાસયુગને પહેલે ઉદ્ધાર વિ. સં. ૧૦૮ની સાલમાં કરાવ્યાની કથા શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાસ્ય' નામક સંસ્કૃત ગ્રંથમાં વિસ્તારપૂર્વક નોંધાયેલી છે, જેને સાર આ પ્રમાણે છે –
કાંપિલ્યપુર નામે એક નગર. એ નગર પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં ગિરિરાજ શ્રી શત્રુંજ્યની નજીકમાં કેઈક સ્થાને આવેલું હતું. એમાં ભાવડ નામે એક શ્રેષ્ઠી રહે. શ્રેષ્ઠી ભાવડશા જેવા વ્યાપારમાં નિપુણ હતા, તેવા જ ધર્મપરાયણ હતા. એમની પાસે પુષ્કળ ધન હતું. એમની પત્નીનું નામ ભાવલા હતું. તે પણ શીલવતી અને ધર્માનુરાગી હતી. તેમને બધી જાતની સુખ-સંપત્તિ હતી, પણ ભાગ્યે એમને સવાશેર માટીની (સંતાનની) ભેટ આપવાનું બાકી રાખ્યું હતું.
કાળચક્ર ફર્યું અને, દિવસ રાતમાં પલટાઈ જાય તેમ, શ્રેષ્ઠી ભાવડશા ઉપર સમયના વારાફેરા એવી કમનસીબી લઈને આવ્યા કે ધીરે ધીરે, જાણે એમની લક્ષ્મીને પગ આવ્યા હોય એમ, એ એમના ઘરમાંથી અદશ્ય થઈ ગઈ! પતિ-પત્ની લક્ષ્મીની ચંચળતાને જાતઅનુભવ કરી રહ્યાં, પણ એથી તેઓ ન હતાશ થયાં, ન વિચલિત થયાં, અને પિતાની ધર્મસાધનાને બરાબર વળગી જ રહ્યાં, એટલું જ નહીં, એમાં વધારે કરતાં ગયાં.
એક દિવસની વાત છે. આ ધમી ના આંગણે બે મુનિવરો વહેરવા આવી પહોંચ્યા. શ્રાવિકા ભાવલાએ ખૂબ ઉલ્લાસથી ગોચરી વહેરાવી અને, મુનિવરોની સરળતા જોઈને, ટૂંકમાં પોતાની દુઃખકથા કહી અને વધારામાં પિતાને સંપત્તિ ફરી ક્યારે મળશે તે પૂછ્યું. | મુનિવરે સાચા ત્યાગી, સંયમી અને બધી જાતની આસક્તિથી મુક્ત હતા. પણ સાથે સાથે તેઓ વિચક્ષણ અને સમયના જાણકાર હતા. એમણે, જૈન શાસનને થનાર ભાવી લાભને વિચાર કરીને, એ બહેનને કહ્યું : “બહેન ! તમે પૂછથી એવા સવાલના જવાબ આપવાનું શ્રમણ-સંતેને ક૯પે નહીં. પણ તમારા કબથી ભવિષ્યમાં શાસનને ઉદ્યોત થવાને છે, તેથી અમે તમને કહીએ છીએ કે, આજે એક ઘડી વેચાવા આવશે, તેને તમે ખરીદી લેજો. એના પગલાંથી તમને ધનની પ્રાપ્તિ થશે.” આટલું કહીને મુનિવરે ધર્મલાભ આપી વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org