SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. રિ ૧૧. શેઠ આ૦ કલની પેઢીને ઇતિહાસ (viii) શ્રી ઉદયપ્રભસૂ રિકૃત સંઘપતિચરિત્ર અમરનામ ધર્માલ્યુદય કાવ્ય. (ix) શ્રી કક્કસૂ રિવિરચિત નાભિનંદનજિદ્વારપ્રબંધ. (1) પં. શ્રી વિવેકધીરગણિકૃત શ્રી શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ. (i) સર્વાનંદસ્ રિકૃત જગડ્રચરિત. (iii) શ્રી અમરસાગરસૂરિકૃત વર્ધમાનપદ્મસિંહશ્રેષ્ટિચરિત્ર. मित्थात्वगरलोदूगारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इस्वः परो दीर्धी नाभिनन्दनवन्दने ॥ –સૂક્તમુક્તાવલી, અ૦ ૬૬, ૦ ૮. શ્રી શીલવિજયજીએ વિ. સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાળા માં ગિરિરાજ શત્રુ જ્ય ઉપર ત્રણ છાસઠ દેરાં હોવાનું નીચે મુજબ લખ્યું છે— સર્વ થઈ ત્રણસય છાસટ્ટ, ગઢ ઉપર દેરા ગુણ હટ્ટ; ભરતે ભરાવી મણીમે જેહ, ધનુષ પાંચશે ઉંચી દેહ. –ઢાળ પહેલી, ચોપાઈ ૮. વિ. સં. ૧૯૭૨માં છપાયેલ “શ્રી સિદ્ધાચળનું વર્તમાન વર્ણન” (પૃ. ૧૦૬)માં ગિરિરાજ ઉપરનાં દેરાં, દેરી તથા પ્રતિમા વગેરેની સંખ્યા આ પ્રમાણે જણાવવામાં આવી છેઃ દેરાં ૧૨૪, દેરીએ ૭૩૯, પાષાણની પ્રતિમાઓ ૧૧૪૭૪, પગલાં જેડી ૮૯૬૧. આ બાબતમાં વિશેષમાં આ પુસ્તક (પૃ. ૧૦૭)માં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે– શ્રી શેત્રુંજય તીર્થરાજની મોટી નવ ટુંકમાં ઉપર મુજબ દેહેરાં અને દેહેરીઓ ઉપરાંત નાના ગેખ ઘણાં છે; તેમજ કોઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડો ખાસ નાની મોટી પાષાણની જ પ્રતિમા જાણવી. ચાર સહસ્ત્રકુટની ચાર હજાર ભેગી સમજવી. તદુપરાંત ધાતુની પ્રતિમા, સિદ્ધચક્રજી, અષ્ટમંગલિકજી, ઍ, શ્રી કાર, પતરાં, દેવ, દેવીઓ, શેઠ, શેઠાણીએ, અને આચાર્યો-મુનિરાજ વિગેરેની પણ પ્રતિમા–મૂર્તિઓ ઘણું છે.” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની યાદી પ્રમાણે સને ૧૯૫૨-૫૩માં ગિરિરાજ ઉપર મોટાં દેરાસર ૧૦૮, દેરીઓ ૮૭૨, પાષાણની પ્રતિમાઓ ૯૯૯૧ અને ધાતુની પ્રતિમાઓ ૬૬૬ વિદ્યમાન હતાં. તીર્થાધિરાજ શત્રુંજયને તથા આદિ દેવ ભગવાન ઋષભદેવને પ્રભાવ જૈન સંઘ ઉપર છેક પ્રાચીન કાળથી એટલો બધો રહ્યો છે કે તેથી, જેમ એ મહાતીર્થની યાત્રાએ જનાર ભાવિક જનની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે, તેમ એ તીર્થાધિરાજ અને એ દેવાધિદેવને મહિમા વર્ણવતી કૃતિઓ પણ વધુ ને વધુ રચાતી જ રહી છે. જે કૃતિઓ છપાઈ ગઈ છે, તે ઉપરાંત હજી પણ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરે ભાષાઓમાં રચાયેલી કૃતિઓ સેંકડોની સંખ્યામાં હસ્તલિખિત રૂપમાં ભંડારોમાં સચવાયેલી ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy