________________
२४
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની પ્રાચીનતાનું સૂચન કરતે એક સૌથી પ્રાચીન કહી શકાય એ શિલાલેખી પુરાવો વિક્રમની અગિયારમી સદી એટલે પ્રાચીન તે મળે જ છે; અને અત્યારે પણ એ આ તીર્થમાં બિરાજમાન કરવામાં આવેલ એક પ્રતિમા ઉપર સારી રીતે સચવાયેલ છે.
આ મૂર્તિ ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીની છે, અને તે વિ. સં. ૨૦૩૨માં પ્રતિષ્ઠિત થયેલ નૂતન જિનાલયમાં, ૩૯ભા નંબરની દેરીમાં, પધરાવવામાં આવી છે. આ મૂર્તિ ઉપરના ત્રણ લીટીના અને ત્રણ શ્લોકના આ શિલાલેખનો ભાવ એ છે કે, વિદ્યાધર કુળના શ્રી સંગમસિદ્ધ નામના એક મુનિવરે, અંતિમ સંલેખના (આજીવન અનશન)નું વ્રત સ્વીકારીને અને ૩૪ દિવસ સુધી એનું સ્વસ્થતાપૂર્વક પાલન કરીને, વિવે સં. ૧૦૬૪ના માગસર વદિ બીજ અને સોમવારે સ્વર્ગગમન કર્યું, તે નિમિત્તે શ્રી પંડરીકસ્વામીનું આ ચૈત્ય (બિંબ) ભરાવવામાં આવ્યું છે.
શ્રી શત્રુંજય તીર્થ ઉપરથી અત્યાર સુધીમાં મળેલા શિલાલેખોમાં આ શિલાલેખ (પાષાણ પ્રતિમાલેખ) સૌથી પ્રાચીન છે. આ શિલાલેખ ઉપરાંત પાષાણની પ્રતિમા ઉપરન, ધાતુ પ્રતિમા ઉપર અથવા પગલાં યા બીજા કેઈ સ્થાન કે સ્થાપત્ય ઉપર કતરેલો બીજે કઈ આથી વધુ પ્રાચીન લેખ મળી આવે તો તે આ તીર્થની પ્રાચીનતા ઉપર વધારે ઐતિહાસિક પ્રકાશ પાડી શકે.
આગળ સૂચવ્યું તેમ, આ તીર્થનાં સિદ્ધગિરિ અને સિદ્ધાચલ એવાં નામ પણ પ્રસિદ્ધ છે. શ્રી સંગમસિદ્ધ મુનિવરે, પિતાની અંતિમ આરાધનારૂપ મારણાંતિક સંલેખના કરવા માટે, જેમ આ તીર્થભૂમિની પસંદગી કરી હતી, તેમ મહામંત્રી વસ્તુપાલના સમયમાં પણ, પિતાના સાધુધર્મથી ચલિત થયેલા એક મુનિવરને પિતાની ભૂલને ખ્યાલ આવ્યો ત્યારે, એ પણ, અંતિમ અનશન કરીને દેહમુક્તિ મેળવવા માટે, શ્રી સિદ્ધગિરિ ઉપર જ ચાલ્યા ગયા હતા. આવા આવા પ્રસંગે ઉપરથી જોઈ શકાય છે કે આવી ઉત્કટ અંતિમ આરાધના કરીને પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે જે સ્થાનની પસંદગી કરવામાં આવતી હોય એ સ્થાન જૈન સંઘને મન કેટલું બધું પવિત્ર હોવું જોઈએ !
મહામંત્રી વસ્તુપાળ, પાછલી અવસ્થામાં એમની તબિયત અસ્વસ્થ હતી તે વખતે, શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવા, મોટા પરિવાર સાથે, નીકળ્યા હતા. પણ ભાલમાં આવેલ અંકેવાળિયા ગામે તેઓની માંદગી વધી જતાં તેઓ ત્યાં જ સ્વર્ગવાસી થયા હતા. તેમના મૃતદેહને ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યા પછી તેજપાળ વગેરે એમના અસ્થિને શ્રી શત્રુંજય ગિરિ ઉપર લઈ ગયા હતા અને એ અસ્થિને ત્યાં પધરાવીને તે સ્થાને ભગવાન ઋષભદેવને સ્વર્ગારોહણ પ્રાસાદ બનાવ્યો હતો; અને એમાં બે બાજુ નમિ અને વિનમિ વિદ્યાધરોની અને વચ્ચે ભગવાન ઋષભદેવની કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમા પધરાવી હતી. આ પ્રસંગ પણ આ તીર્થસ્થાનની પવિત્રતાની સાક્ષીરૂપ બની રહે એ છે.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org