SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ અને તી જેવુ... ગૌરવ મળે છે. આવું ગૌરવ મેળવનારાઓમાં તી કરદેવનું સ્થાન સર્વોચ્ચ છે; અને તેથી જ તે સમસ્ત શ્રીસ'ધના આરાધ્યદેવ તથા દેવાને પણ પૂજનીય એવા દેવાધિદેવ ગણાય છે. તીર્થંકર ભગવાન પાતાના ધર્મશાસનની પ્રભાવના માટે ચતુર્વિધ સ ́ઘરૂપ જગમ તીની સ્થાપના કરે છે, તે પછી જગમ તીર્થરૂપ શ્રીસંઘ સ્થાવર તી ધામાની સ્થાપના કરે છે,પ એ માટે પ્રેરણા આપે છે અને એની સાચવણી માટે બધી વ્યવસ્થા કરે છે. સાથે સાથે સ્થાવર તીર્થા શ્રીસંઘની ધર્મભાવનાને જાગ્રત કરવાનુ, ટકાવી રાખવાનું અને એમાં અભિવૃદ્ધિ કરવામાં બહુ ઉપયાગી અને ઉપકારક કાર્યાં કરે છે. આ રીતે તીર્થંકર ભગવાનના અભાવમાં જગમ અને સ્થાવર એ મને પ્રકારનાં તીર્થો, એકબીજાનાં ઉપકારક ખનીને, શ્રી જિનેશ્વરદેવના ધર્મશાસનની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કરતાં રહે છે. તી ભૂમિ અને તી યાત્રાની ભાવના જનસમૂહના સંસ્કાર-ઘડતરમાં અને એની ગુસપત્તિમાં વધારો કરવામાં ઘણેા ઉપકારક ફાળા આપે છે. એટલા માટે જ દુનિયાના બધા દેશે અને ધર્મમાં ધર્મતીનાં યાત્રાધામેાની માટી સખ્યામાં સ્થાપના કરવામાં આવી છે અને પેાતાનાં પવિત્ર તીર્થધામે તરફ ધર્માનુરાગી જનસમૂહ અપાર શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભવ્ય ભાવના ધરાવતા હોય છે. અને આવાં યાત્રાધામા એના યાત્રિકને પેાતાના ઇષ્ટદેવના મહિમા વિશેષરૂપે સમજવાના અને એમના વિમળ સાંનિધ્યમાં પાતાની ખામીઓને શેાધવા તથા સ્વીકારવાનેા તેમ જ પેાતાના જીવનને સદ્ગુણાથી સમૃદ્ધ બનાવવાના પ્રયત્ન કરવાના તથા શુભ કાર્ય માટે પેાતાનાં તન-મન-ધન ન્યાછાવર કરવાને બહુમૂલા અવસર આપે છે, માનવજાત ઉપરના તીર્થં ભૂમિએના આ ઉપકાર વવી ન શકાય એટલેા વ્યાપક છે. જનસમૂહમાં પ્રવર્તતી તીર્થયાત્રાની ભાવનાના અને તીર્થભક્તિની તમન્નાનાં હૃદયસ્પશી દર્શન કોઈ પણ તીર્થભૂમિમાં થઈ શકે છે. એક આભ ઊંચા ગિરિરાજ છે; અને પેાતાના આરાધ્યદેવ એ ગિરિરાજના ઉન્નત શિખર ઉપર બિરાજે છે. કાઈક વૃદ્ધ ભાવિકજનના અંતરમાં એ દુર્ગમ પહાડ ઉપર બિરાજતા પેાતાના દેવાધિદેવ પરમેશ્વરનાં કે ઇષ્ટદેવનાં દર્શન કરીને પાતાની જાતને ધન્ય અને પાવન કરવાના મનેારથ જાગે છે, પછી તા, પોતાની વૃદ્ધ ઉઉંમર, વધતી શારીરિક અશક્તિ અને ડગમગતી કાયાના નિરાશાપ્રેરક વિચારો પણ એની ભાવનાને રોકી શકતા નથી; અને એ, પેાતાના ઇષ્ટદેવના સ્મરણથી અદમ્ય મનેાબળ મેળવીને, પર્વતના શિખર ઉપર પહોંચવા તૈયાર થઈ જાય છે. કાયા ભલે ડાલતી હાય, પગ ભલે ધીમા ધીમા ઊપડતા હોય અને થાકેલા શરીરને આરામ આપવા ભલે લાકડીના સહારો લેવા પડતા હાય, પણ એની ભાવના ઉત્તરાત્તર એવી વધતી હાય છે કે, એની આગળ આવા બધા અવરાધા દૂર હટી જાય છે; અને, એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy