________________
જૈનધમ
જોઈ એ. આધ્યાત્મિક સાધનાના આ ક્રમ વૈજ્ઞાનિક કહી શકાય એવા સચોટ અને સાધકને સફળતાની દિશામાં દોરી જાય એવા કાર્યક્ષમ છે. અને એનું કારણ એની પાછળ આત્મસાધક મહાપુરુષોના જાતઅનુભવનુ બળ રહેલું છે એ છે. જૈન સાધનાની આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાને જીવનમાં ઉતારવાના પાયાના ઉપાચા છે દન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. સાધકને આવી આરાધનામાં આગળ વધવાનું ખળ મળે છે ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાને માર્ગ સમજપૂર્વક અપનાવવાથી.
જીવનસાધના કે આત્મસાધનામાં સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવનાને તથા પ'ચાચારના પાલનને અપાયેલી મુખ્યતા,૧૦ એ જૈન સાધનાની અસાધારણ વિશેષતા છે; અને આ વિશેષતા જ જૈન સાધનાને અન્ય સાધનાઓથી જુદી પાડે છે, અને એના વિશેષ મહિમા પ્રસ્થાપિત કરે છે.
વસ્તુસ્થિતિ આવી છે એટલે જૈનધર્મ પ્રરૂપેલી બધી ધર્મક્રિયાઓ, ધમ પર્વોની આરાધના અને ધર્માંતીર્થાની યાત્રાની વિધિઓ ઉપર તપ-ત્યાગ-વૈરાગ્ય-સયમ-તિતિક્ષાની ભાવનાના વ્યાપક પ્રભાવ પ્રસરેલા જોવા મળે છે, જે ધર્મક્રિયા, જે પ આરાધના અને જે તીર્થયાત્રા સાધકના જીવનમાં આ ભાવનાની અભિવૃદ્ધિ કરે તે આદર્શ અને ચિરતા થયેલી ગણાય છે.
આટલા માટે તે અહિંસા, ત્યાગ, વૈરાગ્ય, તપ અને સયમપ્રધાન ધર્મ તરીકે જૈનધર્મીની જનસમૂહમાં માટી નામના અને પ્રતિષ્ઠા છે, અને જૈનધર્મને આવી વિરલ કીર્તિ અપાવવામાં જૈન સ`ઘનાં પવિત્ર તીર્થ ધામાના ફાળા પણ ઘણા મોટા છે. અને એટલા માટે ધર્મતીર્થની સ્થાપના અને રક્ષાના કાર્યને આપણાં ધર્મશાસ્ત્રાએ મહાન ધર્માંકૃત્ય તરીકે બિરદાવેલ છે.૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org