SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ જિનેશ્વર દેએ આત્મવિયનો સ્વ-પર સૌના કલ્યાણને જે માર્ગ બતાવ્યા તે જૈનધર્મ. જૈનધર્મનું મુખ્ય અથવા અંતિમ ધ્યેય આત્માને સંસારનાં બધાં બંધનમાંથી સંપૂર્ણ મુક્ત કરવાનું છે. આ સંસારના બંધનથી મુક્તિ એટલે આત્માને અનાદિ કાળથી વળગેલાં કર્મોથી મુક્તિ. તેથી જ આત્માને લાગેલાં બધાં કર્મોને સંપૂર્ણ નાશ, એને જ મોક્ષ કહેવામાં આવેલ છે. જૈનધર્મો, ધર્મની આરાધના માટે, જે વિગતવાર આચારસંહિતા એટલે કે વ્રત, વિધિ-નિષેધના નિયમ અને ક્રિયાઓ નકકી કરેલ છે, તેને આધાર જૈન દર્શન અર્થાત્ જૈન તત્ત્વજ્ઞાન છે. દર્શન અથવા તત્ત્વજ્ઞાન વિશ્વના સ્વરૂપ, પરમાત્માના સ્વરૂપ અને આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી આપે છે અને દર્શને સમજાવેલ વિશ્વના અને આત્માના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, ધર્મ, હિંસા વગેરે દોષના ઓછામાં ઓછા સેવનથી કેવી રીતે જીવી શકાય અને આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય, એ માટેના સ્વ-પર ઉપકારક માર્ગે નક્કી કરી આપે છે. જે તવજ્ઞાન અથવા દર્શન, આ રીતે, આત્મસાધના માટેની ધાર્મિક આચારસંહિતા ઘડવામાં ઉપયોગી થાય છે, એ જનસમૂહ અને સંઘમાં જીવન બની રહે છે. જૈિન દર્શને પ્રત્યુત્તદો ધો ૩ એમ કહીને ધર્મની જે મૌલિક અને વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, એમાં જ ધર્મ અને એની આરાધનાની ઉપગિતા, ઉપકારકતા અને અનિવાર્યતા જોવા મળે છે. વસ્તુનું પિતાનું અસલી એટલે કે મૌલિક સ્વરૂપ તે ધર્મ, અને જે માગ કે ઉપાયથી કઈ પણ વસ્તુ પોતાના મૂળ સ્વભાવ કે સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એનું નામ પણ ધર્મનું તીર્થકર ભગવંતે, પોતાની વિશિષ્ટ આત્મસાધના કે ગસાધનાને બળે પ્રગટેલ સર્વજ્ઞપણું અને સર્વદશરપણાના આધારે, ત્રણે લોક અને ત્રણે કાળનું સ્પષ્ટ દર્શન કરીને, જે ધર્મની પ્રરૂપણ કરી તે ધર્મ આત્મલક્ષી છે; અને તેથી આત્માને ઉદ્ધાર, આત્માનું શુદ્ધીકરણ અને આત્માની મુક્તિ, એ એને મુખ્ય ઉદ્દેશ છે. જૈનધર્મની બધી આરાધના આ ઉદ્દેશની દિશામાં આગળ વધવા માટે જ છે. એને ધામિક આરાધના કહીએ કે યંગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધના કહીએ, એ બધાને ભાવ એક જ છે. જે પ્રકિયા આત્માને એના સ્વભાવ કે સ્વરૂપને પ્રગટ કરવામાં સહાયક થાય એ ધર્મ. અને, જ્યારે ધમની આરાધનાના કેન્દ્રમાં આત્માના ઊીકરણને સ્થાન આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy