________________
૩૪૦
આ કરની પેઢીને ઇતિહાસ પ્રસંગમાં આપ નામદારે જેને સમુદાય પ્રત્યે જે સહાનુભૂતિ અને પ્રેમ બતાવ્યા છે તે માટે આપને આભાર માનું છું.”
આ રીતે આ સમારોહ પૂરો થયા પછી નામદાર ઠાકોર સાહેબનું, સૌના હર્ષનાદ વચ્ચે, બહુમાન કરવામાં આવ્યું હતું. અને પછી ઠાકોર સાહેબ તથા જૈન સંઘના તથા પેઢીના અગ્રણીઓ પગે ચાલીને ગિરિરાજની યાત્રાએ ગયા હતા અને આવા ઉલ્લાસ અને મંગળમય વાતાવરણમાં હજારો યાત્રિકાએ, લાંબા સમય બાદ, ખૂબ ઉમંગથી, યાત્રાનો લાભ લીધો હતો.
આ શુભ પ્રસંગના અનુસંધાનમાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, યાત્રાને મંગળ પ્રારંભ થવાના દિવસે ગિરિરાજ ઉપર દાદાને ભારે આંગી રચવાનો લાભ અમદાવાદના શેઠશ્રી ગુલાબચંદ નગીનદાસને આપવામાં આવ્યો હતો. અને અંતે યાત્રા-બહિષ્કારના દુઃખદ પ્રકરણને આવો સુખદ અને સંતોષકારક અંત આવ્યો હતો.
ઉપસંહાર આ પ્રસંગે જૈન સંઘ દાખવેલી એકતાની ભાવના, એકવાર્થતા અને મકકમતા, જૈન પરંપરાના સેકડે વર્ષના સુદીર્ધકાલીન ઇતિહાસમાં, એવી અપૂર્વ હતી કે એને જોટ મળવો મુશ્કેલ છે. એટલે આ પ્રકરણ જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંક્તિ થઈ રહે એવું અનુપમ અને અનોખ છે. અને તેથી જ એની વિગતો આટલા વિસ્તારથી અહીં આપવામાં આવી છે.
॥ श्रीसिद्धाचलतीर्थराजमनिशं वंदेऽहमादीश्वरम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org