SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ રોજ સવારમાં, ગિરિરાજની તળાટીનું વિશાળ પ્રાંગણ હજારે ભાવિક યાત્રિકથી સાંકડું બની ગયું હતું, અને એ પ્રસંગને અનુરૂપ મંગળાચરણ થયા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વતી પાલીતાણુના દરબાર શ્રી બહાદુરસિંહજીને આવકાર આપતું, આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય પેઢીના એક બાહોશ વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી પ્રતાપસિંહ મહેતલાલભાઈએ નીચે મુજબ રજૂ કર્યું હતું– નામદાર ઠાકોર સાહેબ તથા અધિકારી મંડળ, “સ્વધર્મી બંધુઓ અને બહેને, “આજનો દિવસ ઘણે માંગલિક દિવસ છે. તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ રહેશે. પાલીતાણું રાજ્ય ને અમારે સંબંધ કાળજુને છે. ગમે તેવા કારણે આવે ને વિક્ષેપ પડે છતાં પણ તે કોઈ પણ રીતે તેડો તૂટે તેવો છે જ નહીં. પાલીતાણા રાજ્ય અને જેને કદી પણ છૂટા પડી શકશે નહીં. આપના જેવા વિશાળ હૃદયના રાજવીના શાસનકાળમાં તે સંબંધ ઘણે જ દઢ અને વિશેષ ગાઢ બને તે આશા અસ્થાને નથી. હાલમાં ચાલતા ઝગડાએ જે વિરાટ સ્વરૂપ પકડયું હતું, તેને સર્વને સંતોષકારક નિર્ણય આપની ઉદાર વૃત્તિનું જ પરિણામ છે. આપ નામદારના હૃદયની વિશાળતા ઘણી જ પ્રશસનીય છે ને તે અમને આશા રાખવા પ્રેરે છે કે આપના હાથે હંમેશાં યશસ્વી ને ઉજજવળ કાર્યો જ થયાં કરશે. નામદાર ઠાકોર સાહેબ, અમારી આપને આગ્રહપૂર્વક વિનંતિ છે કે પાછલે ઇતિહાસ ભૂલી જઈ આપ નો યુગ પ્રવર્તાવશે. આપની ઉદારતાથી આજને દિવસે લાખો સ્ત્રી-પુરુષોને અનહદ આનંદ થયે. છે. આજે હજારો સ્ત્રી-પુરુષ લાંબા વખતે તેમના પ્રાણુસ્વરૂપ પવિત્ર શત્રુંજયનાં દર્શન-પૂજનને અમૂલ્ય લ્હાવો લઈ રહ્યાં છે તે અથાગ પુણ્ય-ઉપાર્જનમાં આપ પણ ભાગીદાર છે. યાત્રાળુઓ યાત્રા કરવા ઘણાં જ ઉત્સુક થઈ રહ્યાં છે તેથી આપ નામદારને વધુ વખત ન લેતાં આપને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી પ્રેમ વિનતિ કરવાની કે આપના સ્વમુખે યાત્રા ખૂલવાની વધાઈ જાહેર કરે ને પવિત્ર શત્રુંજય ઉપર ચડી શ્રી યુગાદિદેવના પ્રથમ દર્શનને અપૂર્વ ૯હાવો લેવામાં અમારા અગ્રેસર થાવ.” શેઠશ્રી પ્રતાપસિંહભાઈના ઉપર મુજબના વક્તવ્ય પછી પેઢીના બીજા વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસે પાલીતાણું રાજ્ય અને જેને વચ્ચેના કાયમી અને એખલાસભર્યા સંબંધને ઉલેખ કરતાં “ડાંગે માર્યા પણ જુદાં ન પડે” એમ કહીને દુઃખદ ભૂતકાળને ભૂલી જઈને ઉદાર હૃદયથી કામ લેવાને અનુરોધ કર્યો હતે. આ પછી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ શ્રીસંઘને સંબોધતાં લાગણીભીના શબ્દોમાં કહ્યું શ્રી સંઘના પ્રતિનિધિ ગૃહસ્થ, ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ અને અન્ય ગૃહસ્થ, “તમારા આ મેટા સમુદાયને હું ભાવભરેલે આવકાર આપું છું. મેં રાજ્યની સત્તા હાથમાં લીધી ત્યારે હિંદુસ્થાનના દરેક ભાગમાંથી મારા પાટનગરમાં આવનાર યાત્રિકને મારા રાજ્યમાં વસતી પ્રજાની બરાબર ગણવાનું જાહેર કર્યું હતું. તે જ પ્રમાણે અમલ કરવાને મેં પ્રયત્ન કર્યો છે, યાત્રાળુઓની સગવડ માટે જે જે જરૂરનું જણાયું તે તે કરવામાં આવ્યું તે માટે આ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy