________________
શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ (૨)
જાહેર ખબર હિંદના સકલ જૈન સંઘની સભાને ઠરાવ,
શ્રી શત્રુંજયની યાત્રા-ત્યાગ આ ઉપરથી સકળ હિંદના જૈન શ્વેતાંબર મૂર્તિપુજક ભાઈઓ અને બહેનને ખબર આપવામાં આવે છે કે આપણું મહાન પવિત્ર તીર્થરાજ શ્રી શત્રુંજયના રખોપા બાબતમાં હિંદુસ્તાનના પશ્ચિમ ભાગના દેશી રાજ્યના નામદાર ગવર્નર જનરલના એજન્ટ મી. ડેટસન સાહેબે આપણા શ્રી શત્રુંજય સંબંધિ પરાપૂર્વથી સ્થાપીત અને માન્ય થયેલા હાને ડુબાવે તેવો ચુકાદો આપ્યાથી આખી જૈન કેમમાં દુઃખ અને અસંતોષની લાગણી ફેલાયેલી છે તેથી શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા હિંદના સકળ સંઘના સંભવિત ગૃહસ્થોની તા. ૨૭–૭-૧૯૨૬ના રોજ અમદાવાદ મુકામે મળેલી સભાએ આ ચુકાદા સામે પિતાને સખ્ત વિરોધ જાહેર કરી તેમજ જેન કેમને તે માન્ય નથી એમ જણાવી સર્વાનુમતે એવો ઠરાવ કર્યો છે કે જ્યાં સુધી આપણને આ રોપાન સવાલ તેમજ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સંબંધમાં પુરતા અને સંતોષકારક ન્યાય ન મળે ત્યાં સુધી દરેક જૈનને ફરમાવવું કે પાલીતાણા યાત્રાએ જવું નહી, ઉપર પ્રમાણે યાત્રા ત્યાગના થયેલ ઠરાવ અનુસાર સ” ભાઈ ને જણાવવાનું કે આ શ્રી સંઘની પવિત્ર આજ્ઞાને પોતાની ધાર્મિક ફરજ સમજી બરાબર પોતપોતાના ગામોમાં પાળવી.
અને પળાવવી અને આ ઠરાવનું પુરતી ચિવટથી પાલન થાય તેવું દરેક ગામના શ્રી - સંઘે ખાસ ધ્યાન રાખવું.
કસ્તુરભાઈ લાલભાઈ
પ્રમુખ આ સભામાં કરવામાં આવેલ ત્રીજા ઠરાવમાં જણાવ્યા મુજબ ૧૫ મી ઓગસ્ટને દિવસ શોક દિન તરીકે પાળવાને જૈન સંઘને અનુરોધ કરવા માટે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી નીચે મુજબ પરિપત્ર પ્રગટ કરવામાં આવે તે–
(૩)
જાહેર ખબર હિંદુસ્તાનના સકળ જૈન સંઘની સભાને ઠરાવ
તા. ૧૫-૮-૧૯૨૬ શેકને કરાવવામાં આવેલ દિવસ આથી સર્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓને ખબર આપવામાં આવે છે કે શ્રી શત્રુંજયની બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા સકળ હિંદના સંભાવિત ગૃહસ્થાની સભા તા. ર૭––૧૯૨૬ ના રોજ અમદાવાદ મુકામે મળી હતી તેમાં ઠરાવવામાં આવ્યું છે કે તા. ૧૫-૮-૧૯૨૬ શ્રાવણ શુદિ ૭ રવિવારને દિવસ જેનોએ શોકના દિવસ તરીકે પાળ અને તે દિવસે તપશ્ચર્યા કરવી, સભાઓ બેલાવવી અને શત્રુંજય સંબંધિ હાલની પરિસ્થીતિ સમજાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org