________________
૩૧૨
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ
માટે અતિ વસ કહી શકાય એવે સમય ન આવે એટલા માટે, અગાઉથી જ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને એ પ્રયત્ન ભારતના સર્વોચ્ચ રાજ્યશાસનકર્તા નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ સુધી પણ વિસ્તારવામાં આવ્યા હતા. આને એક પુરાવો કલકત્તાના એક વગદાર જૈન અગ્રણી તેમ જ સરકારમાન્ય નાગરિક બાબુ શ્રી રાયકુમારસિંઘએ, તા. ૨૪-૩-૧૯૨૬ ના રોજ, એટલે કે ૨ખેપાને કરાર પૂરે થાય તેના એક અઠવાડિયા અગાઉ, શેઠ આણંદજી કલ્યાણજીને લખેલા પત્રમાંના નિચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે. તેઓએ લખ્યું હતું કે–
“I am glad to inform you that today I have sent to the Private Secretary to His Excellency The Viceroy, Delhi, thirteen of the Printed Memorial Booklets containing as many signatures as could be obtained from Calcutta. ... ... ... I shall be glad to be of further assistance to you in this most vital matter in which I am deeply interested. Kindly let me know since what date the pilgrimage to the Hill will stop, as many people come to enquire this.
અથ–“તમને એ જણાવતાં મને આનંદ થાય છે કે, આજે મેં મેમોરિયલની છપાયેલ પુસ્તિકાની તેર નકલ ઉપર કલકત્તામાંથી બની શકે તેટલી વધારે સહીઓ મેળવીને નામદાર વાઈસરાયના ખાનગી મંત્રીને દિલ્હી મોકલી આપેલ છે......આવી અત્યંત મહત્ત્વની બાબતમાં મને ઘણો ઊંડો રસ છે અને તેથી જે હું તમને વધારે મદદરૂપ થઈ શકું તે હું રાજી થઈશ. મહેરબાની કરીને ગિરિરાજની યાત્રા ક્યારથી બંધ થાય છે તેની મને જાણ કરશે, કારણ કે ઘણું લેકે તે અંગે પૂછપરછ કરવા આવે છે.”
એ કહેવાની જરૂર નથી કે આ અને આવા જે કંઈ પ્રયતનો એ વખતે હાથ ધરવામાં આવ્યા હતા, તેનું મહત્તવ “પાણી પહેલાં પાળ બાંધવા” જેવી દૂર દેશી દાખવવા જેવું હતું. પણ, કમનસીબે, તેનું ધાર્યું પરિણામ ન આવ્યું અને છેવટે તા. ૧-૪-૧૯૨૬ થી યાત્રાને બહિષ્કાર જૈન સંઘે કરવો જ પો .
મુંબઈના સંઘને રેષ | તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાના જૈન સંઘે, તા. ૧-૪-૧૯૨૬ના દિવસથી, કરેલ બહિષ્કારથી જેન સંધમાં તે અસાધારણ જાગૃતિ આવે એ સ્વાભાવિક હતું, પણ અસહકારના રૂપવાળા આ પ્રકરણે દેશની સામાન્ય જનતામાં પણ જે કુતૂહલ અને ઉત્સુક્તા જન્માવ્યાં હતાં, એના પડઘા તે અરસાનાં દેનિક, સાપ્તાહિક જેવાં જાહેર વર્તમાનપત્રોમાં પણ પડ્યા હતા. આવાં કેટલાંક વર્તમાનપત્રોનાં તે વખતના અંકે, પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારમાં સચવાઈ રહ્યાં છે. સદભાગ્યે તે મને જેવા તથા ઉપયોગ કરવા મળેલ હોવાથી, એમાં આ પ્રકરણ અંગે છપાયેલ સમાચારો અને વિચારમાંથી કેટલાક અહીં સાભાર રજૂ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org