SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૩૧૧ પાસેથી કર લેવા બાબતની જાહેર ખબર નં. ૪ તા. ૨૮ માહે માર્ચ સને ૧૯૨૬થી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તેમાં જાહેર કર્યા પ્રમાણે મુંડકાવેરાના ધારાની કલમ ૧૩ અનુસાર શેઠ શાંતિદાસના સીધા પુરૂષ વંશજો અને તેવા સીધા પુરૂષ વંશજોની દીકરીઓને મુંડકી વેરામાંથી માફી બક્ષવામાં આવી છે. તે માફીને લાભ લેવાની ઈચ્છા રાખનાર સર્વ વંશજોને આ જાહેરખબરથી ખબર આપવામાં આવે છે કે જેઓ પોતે મજકુર શેઠ શાંતિદાસના ઉપર પ્રમાણેની માફી મેળવવાની લાયકાતવાળા વારસ હોવાને દાવો રાખતા હોય તેમણે પિતાને તે દા દાવાની પુષ્ટિમાં જે પૂરા હેય તે સાથે આ જાહેરખબર છપાયાની તારીખથી દસ રજની અંદર આ સંસ્થાનના “ પીલગ્રીમટેક્ષકલેકટ૨ રૂબરૂ હાજર થઈ અગર કાયદેસર મુખત્યાર મારફતે રજુ કરો અગર રજુ કરવા તજવીજ કરવી. દાવા નીચે હકીક્તના ખરાપણુની પ્રતિજ્ઞા કરવી જોઈએ. સામાન્ય રીતે આવા દાવાઓમાં પૂરાવો રજુ કરવા બાબતમાં દિવાની કાયદાનું ધેરણ સ્વીકારવામાં આવશે. તા. ૨૮ માર્ચ ૧૯૨૬. “ Chamanlal Girdharlal Mehta, દિવાન સં, પાલીતાણા.” આના અનુસંધાનમાં કાઠિયાવાડના લિટિકલ એજન્ટની ઓફીસ તરફથી પ્રગટ કરવામાં આવેલ આ જ મતલબની નીચેની જાહેરાત પણ એ વાતનું જ સમર્થન કરે છે કે, એજન્સીની ઓફિસ પણ પાલીતાણું રાજ્ય મુંડકાવેરે ઉઘરાવે એમાં સંમત હતી. અથવા વધુ સાચી વાત તે એ હતી કે, એજન્સીની આવી સંમતિના બળ ઉપર જ, પાલીતાણા રાજ્ય મુંડકાવેરા ઉઘરાવવાનું નકકી કરીને ઉપર મુજબ જાહેરાત પ્રગટ કરી હતી. એજન્સી તરફથી પ્રગટ કરવામાં આવેલ જાહેરાત નીચે મુજબ હતી- શાંતિદાસના વંશજે હેવાને દાવો કરનારા પિતાને દાવો રજુ કરવા “કાઠીયાવાડ પોલીટીકલ એજન્સી ગેજેટ”ના ૬-૪-૧૮૮૨ ના અંકમાં છપાયેલી જાહેરખબર–. જાહેરખબર “આ જાહેરખબર ઉપરથી સને ખબર આપવામાં આવે છે કે-શેત્રુજા ડુંગર ઉપર જનારા શ્રાવક જત્રાલ પાસેથી સ્વસ્થાન પાલીતાણા તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ સાંતિદાશન વંશજો પાસેથી નહીં લેવા સરકારને ઠરાવ છે. માટે જેઓ મજકુર શેઠ સાંતિદાશના વંશજો થાવાને દાવો રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નકલ સાથે અમારી હજુરમાં પિતાની હકીકત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહીં “તારીખ ૨૭ મી માહે માર્ચ સને ૧૮૮૨, મુ. કુડા એચ. એલ. નટ, મેજર “આકટીંગ ફર્સ્ટ આસીસ્ટન્ટ પોલીટીકલ એજન્ટ, પ્રાંત ગહેલવાડ” (દફતર નં. ૧૨, ફાઈલ નં. ૭) એક જાણવા જે પત્ર અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, તીર્થાધિરાજની યાત્રાને બહિષ્કાર કરવાને જૈન સંઘને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy