SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ કામ જે હકે ભગવતી આવી છે તથા જે હકની વ્હાંયધરી વખતેવખત મેગલ શહેનશાહએ તેમજ હાલની હિંદુસ્તાનની સાર્વભૌમ સત્તા નામદાર અંગ્રેજ સરકારે આપેલી છે, તે હકોનું મટે ભાગે ખંડન કરવા તરફ દરબાર મજકુરની પ્રકૃતિ ચાલી રહી છે, તેથી આ સભાના મનમાં ઘણી ચિંતા પેદા થઈ છે. ” ઠરાવ ત્રીજ-નામદાર અંગ્રેજ સરકારની વફાદાર પ્રજાના એક મોટા વિભાગના હકોનું જાગૃત રહીને રક્ષણ કરવું એ અંગ્રેજ સરકારનો ધર્મ છે, એવો મક્કમ અભિપ્રાય આ સભા દર્શાવે છે, અને એ ધર્મ બજાવવાના કાર્યમાં સમસ્ત જૈન સમુદાય અને પાલીતાણ દરબાર વરચે જે ખાસ પ્રકારને અસાધારણ સંબંધ છે, તેને સરકારે પોતાના અંકુશમાં રાખવો જોઈએ તથા એ કાજે શ્રી શત્રુંજય સંબંધી જે જે સવાલે આ બંને પક્ષકારો વચ્ચે ઊભા થાય તેને ફેંસલા અંગ્રેજ સરકારે પિતે જાતે જ કરવાનું ચાલુ રાખવું જોઈએ.” ઠરાવ ચે -પશ્ચિમ હિન્દુસ્તાનના સંસ્થાનના નામદાર ગવર્નર જનરલના મેહેરબાન એજંટ સાહેબને તથા હિંદી સરકારને આ સભા આગ્રહપૂર્વક નિવેદન કરે છે કે નામદાર અંગ્રેજ સરકારની હાલની વલણ દેખાડનારાં કેટલાંક કૃત્યોથી સકળ હિંદને જન સમુદાય ઘણે ખળભળી ઉઠયો છે અને ભયભીત થઈ ગયો છે, જેથી એવી અરજ ગુજારે છે કે, નામદાર અંગ્રેજ સરકારે એવાં પગલાં ભરવાં જોઈએ કે જેથી આ કામના પ્રીય હકનું સંપૂર્ણ રક્ષણ થાય અને એ હકે અખંડીતપણે જળવાઈ રહે, તથા સમસ્ત હિંદમાં વસતા જેના મનમાં વિશ્વાસ અને સંતોષની લાગણું ફરીથી પેદા થાય.” - “ઠરાવ પાંચમે–આ સભા વિનંતિ કરે છે કે પૂજ્ય મુનિ મહારાજેએ તથા અન્ય જૈન આગેવાનોએ અને લાગવગ ધરાવનારા કામના પ્રતિનિધિઓએ હિન્દુસ્તાનમાં જુદે જુદે સ્થળે રહેનારા તમામ જૈનોને એવો ઉપદેશ આપવો કે, આ કટોકટીના મામલા વખતે બધાએ એક મત થવું અને કેમના માન્ય થયેલા પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી જે પગલાં ભરે તેને પૂરી દલજાનીથી ટકે આપવો.” “ઠરાવ છઠ –આ સભા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતિ કરે છે કે જેન સમુદાયના હકનું સંપૂર્ણ રક્ષણ કરવા સારૂ તમામ પ્રકારના વ્યાજબી પગલાં તેમણે ભરવાં અને કામના હકે ઉપર દબાણ થવા દેવું નહીં. તથા નામદાર અંગ્રેજ સરકારને આગ્રહ કરે કે શ્રી શત્રુંજય ડુંગર ઉપરની જેનેની પવિત્ર મીક્તનું રક્ષણ જેવી રીતે ઉત્સાહથી આગલા વખતમાં કરવામાં આવતું હતું તેવી રીતે કરીને આગલી રાજનીતિ ચાલુ રાખવી.” ઠરાવ સાતમો–આ સભા પ્રેસીડેન્ટ સાહેબને સતા આપે છે કે, તેઓશ્રીએ ઉપલા ઠરાવની નકલો નામદાર સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇંડીયાને, હિંદુસ્તાનના વાઈસરાય અને ગર્વનર જનરલના મહેરબાન એજન્ટ સાહેબને, પૂજ્ય મુનિમહારાજેને, તથા બીજા લગતા વળગતાઓને મોકલી આપવી.” ઠરાવ આઠમે–આ સભા અને એકત્રિત થયેલા સ્થાનિક પ્રતિનિધિઓને તથા જૈન સમુદાયના બીજા આગેવાનોને વિનંતિ કરે છે કે, તેમણે પોતાના ગામના સંઘે અથવા બીજી સંસ્થાઓ પાસે નીચેની મતલબના ઠરાવ પસાર કરાવવા. “(અ) હિંદુસ્તાનને નામદાર વાઈસરાય અને ગવર્નર જનરલ સાહેબને આ સંઘના સભ્યોની સહી Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy