SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ ગોહિલવાડના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની સૂચના મુજબ, રખેપાના પંદર હજાર રૂપિયા પાલીતાણું રાજ્યમાં ભરાઈ ગયાની જાણ, એમને નીચે મુજબ પત્ર લખીને, પેઢી તરફથી, નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વગેરેની સહીથી, તા. ૬ માહે મે, સને ૧૮૮૭ના રોજ કરવામાં આવી હતી-- “પાલીતાણાને સને ૧૮૮૭ સુધી . ૧૫,૦૦૦ ભર્યા બાબતની “ જાણ કરવા માટે યાદી ગોહેલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટટ પોલેટીકાલ એજન્ટ સાહેબ બહાદુર તરફ મોકલવાની-શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટ કરનાર પ્રતીનીધી અમે નીચે સહી કરનાર તરફથી એવી જે– જૈન સમુદાય અને સ્વસ્થાન પાલીટાણાના દરબાર વચ્ચે તા. ૮ માહ માર્ચ સને ૧૮૮૬ ના રોજ વાલાસાન મહેરબાન માજી પિલેટીકલ એજન્ટ કરનલ વટસન સાહેબ બહાદુર વીદમાંન. પાલીટાણા દરબારને તા. ૧ એપ્રીલ સને ૧૮૮૬ થી દર સાલ રૂ. ૧૫૦૦૦ પંદર હજાર ચડેચડા આપવા મતલબથી થએલ કરારની રૂઈએ પેહેલી સાલને ચડેલા રૂપીઆ પંદર હજાર પેસ્તરની માફક એજન્સી મારફત ભરવા બાબત અમોએ આપ સાહેબની હજુર તા. ૭ મી એપ્રીલ સને ૧૮૮૭ ના રોજની યાદી મોકલી અરજ કરેલી તે ઉપરથી સદરહુ રૂપિયા પાલીતાણા દરબારને પહોચ લેઈ આપવા મતલબથી આપ સાહેબને તા. ૧૨ મી માહે એપ્રલ સને ૧૮૮૭ ના રોજ હમારી તરફ કરેલ શેરાના માનની ખાતર રૂપૈયા પંદર હજાર આ લગતની નકલ મુજબ પહોચ લેઈ તા. ૧૬ મી માહે અપ્રેલ સને ૧૮૮૭ના રોજ પાલીતાણા દરબારને ભરવામાં આવ્યા છે તે આપ સાહેબને જાહેર થા.” આ રીતે ૪૦ વર્ષ સુધી (સને ૧૯૨૬ સુધી), દર વર્ષે, પહેચ લઈને, પાલીતાણું રાજ્યમાં, પંદર હજાર રૂપિયા ભરવામાં આવ્યા હતા; અને એની જાણ, ગોહિલવાડને આસિસ્ટન્ટ પિલિટિકલ એજન્ટને, પહોંચની નકલ સાથેની યાદથી કરવામાં આવતી હતી. (દફતર નં. ૧૪, ફ. નં. ૧૨૪) પર. મૂળ અંગ્રેજી કરારમાં આ કલમ નીચે પ્રમાણે છે– 121 3:“After the expiration of these forty years, either party shall be at liberty to ask for a modification of the fixed annual sum mentioned in the first paragraph of this agreement. It will rest with the British Government after considering the respective arguments of the contending parties to grant or to withhold modification." પિતાના પિતાશ્રી દરબાર માનસિંહજીને સને ૧૮૮૬ ને રખોપા-કરાર માન્ય રાખવાની કેવા સંજોગોમાં ફરજ પડી હતી, તેનું વર્ણન દરબારશ્રી બહાદુરસિંહજીએ પિતાની તા. ૧૪–૯–૧૯૨૫ની અરજીમાં નીચેના શબ્દોમાં કર્યું હતું– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy