SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણ રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર સરકાર ના રૂપિયાની કિંમત “સિક્કા ' નામે ઓળખાતા રૂપિયા કરતાં વધારે હતી તે હે જોઈએ એમ લાગે છે. આ રપાન કરાર મુજબ દરબારશ્રીને રૂપિયા ચાર હજાર, રાજગારને રૂપિયા બસો પચાસ અને ભાટને રૂપિયા બસે પચાસ-એમ બધા મળીને રૂપિયા ૪૫૦૦ લેવાના થતા હતા. આ રકમ “સિક્કા માં ચૂકવવામાં આવતી હતી, જેની કિંમત ‘કંપની” ના રૂપિયામાં રૂા. ૪૧૮૩–આ. ૪--૫ા. ૬ થતી હતી, એટલે સિક્કોના રૂપિયા ૪૫૦૦ ના. બદલે કંપનીના રૂપિયા ૩૧૬-આના ૧૧-પાઈ ૬ ઓછા મળતા હતા. (સ્પેશિયલ અપીલ નં. ૨૫, પૃ. ૪૪.) એટલે આ હુંડિયામણુના વાંધાને કારણે બે વર્ષ સુધી દરબારશ્રીએ રખોપાની રકમ લીધી ન હતી. દરબારશ્રીએ આ રકમ લેવાને ઇનકાર કર્યાને નિર્દેશ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરે શ્રાવક કેમને પ્રતિનિધિ તરફથી ક્યારેક મહારાણી વિકટોરિયાને પાલીતાણું રાજ્ય વિર દ્ધ એક વિસ્તૃત અરજી કરવામાં આવી હતી, તેના સત્તરમા પેરેગ્રાફ નીચે મુજબ કરવામાં આવ્યો હતે એમ જાણવા મળે છે– “In 1852, the Chief refused to receive Rs. 4,000, being his share of the commutation charge, on the ostensible ground that it was not paid in the proper currency; and after that the matter was constantly disputed.” (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પ૦ પ૨૫.) દેશી રાજ્યના ચલણી નાણાં અને અંગ્રેજ સરકારના ચલણું નાણું વચ્ચે હુંડિયામણને ફેર રહેતે જ હતો. અર્થાત અંગ્રેજ સરકારના એક રૂપિયા કરતાં દેશી રાજ્યના એક રૂપિયાનું મૂલ્ય ઓછું ગણવામાં આવતું હતું. આ બાબત ગુજરાતના જાણીતા ઇતિહાસ-પુરાતત્ત્વવિદ્ ડે. હરિપ્રસાદ શાસ્ત્રીઓ, મુંબઈ યુનિવર્સિટી હસ્તકની, ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતના અભિલેખે : એતિહાસિક સામગ્રી તરીકે” એ નામે જે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં, તેમાં બીજા વ્યાખ્યાનમાં એમણે જુદાં જુદાં રાજ્યો વચ્ચેના ચલણી નાણાં વરચેને ફેર દર્શાવતા ગાયકવાડી રાજ્યના તથા કંપની સરકારના નાણાં વચ્ચે ફેર હોવાનું દર્શાવતું નીચે મુજબ વિધાન કર્યું હતું, તે આ બાબતમાં પુરાવારૂપ બની રહે એવું છે– “કંપની સરકારના સો રૂપિયા બરાબર બાબાશાહી એકસો સવા ચૌદ રૂપિયા ગણતા.” (“પ્રબુદ્ધ જીવન', તા. ૧૬-૩-૮૧) વિશેષમાં અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સભાની કાર્યવાહીની નોંધ રાખતી પ્રોસીડિંગ બુકમાંથી જાણવા મળે છે તે મુજબ, તા. ૮-૬-૧૯૦૦ ના રોજ, એમ ઠરાવવામાં આવ્યું હતું કે, “મુંબઈગરા રૂપિયા એક સોની સામે બાબાશાહી રૂપિયા એકસો સાઈઠ ગણવા” મુંબઈગરા એટલે કંપની સરકારના રૂપિયા અને બાબાશાહી એટલે વડોદરા રાજ્યના રૂપિયા સમજતા હતા. આ બધાંને સાર એ છે કે દેશી રાજ્યના ચલણ કરતાં અંગ્રેજ સરકારના ચલણની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy