SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શેડ આ કરની પેઢીને ઈતિહાસ ઠરાવમાં આ રકમ વાર્ષિક રૂ. ૪૭,૦૦૦ હજાર (The sum paid by Wakhutechand was about Rs. 47,000 a year) હેવાનું લખ્યું છે. સને ૧૮૩૬ જેટલે જૂને પુરા આ રકમ વાર્ષિક રૂ. ૪૨૦૦ હેવાનું જ સમર્થન કરે છે. વળી આ ગિરખત પૂરું થયાની અને પાલીતાણા રાજ્યને વહીવટ દરબારશ્રીને સુપ્રત કર્યાની મુંબઈ સરકારને જાણ કરતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. એ. મેલેટ, તા. ૩૦-૧-૧૮૪૬ ના રોજ, જે પત્ર લખ્યું હતું, એમાં પણ આ રકમ વાષિક ૪૨,૦૦૦ રૂપિયા જેટલી જ હોવાનું જણાવ્યું છે. એટલે રૂ. ચાલીસ હજાર અને રૂ. સુડતાલીસ હજારના આંકડા ભૂલવાળા છે, એમ જ સમજવાનું રહે છે. ઉપરાંત, પહેલી વારનું દસ વર્ષનું ગિરખત પૂરૂ થતાં, બીજા દસ વર્ષ માટે એ ચાલુ રાખવાને જે દસ્તાવેજ અંગ્રેજીમાં, વિ. સં. ૧૮૮૮ના વદ ૧૩ ના રોજ, કરવામાં આવ્યા હતા, તે ( દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૫૦૦-૫૦૯ માં) છપાયેલો છે. એમાં વાર્ષિક રૂ. ૪૨૦૦૧ ની વહેચણી કઈ રીતે કરવાની છે, એની વિગતો આપવામાં આવી છે, તે પણ આ ખિત રૂ. ૪૨૦૦૧નું જ હેવાને પુરા પૂરી પાડે છે. કરાર પછી પણ શત્રુંજય ઉપર લૂંટ ચલાવ્યાની એક ઘટના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન બનવેલની દરમ્યાનગિરિથી, સને ૧૮૨૧ ની સાલમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા રાજ્ય વચ્ચે રોપાને બીજે કરાર થયો હતો, અને તે મુજબ શ્રી શત્રુંજય તીર્થ અને એના યાત્રિકેનું રક્ષણ કરવાની જવાબદારી પાલીતાણું રાજ અદા કરવાની હતી. વળી આ કરાર થયા પછી બીજા જ વર્ષે પાલીતાણાના રાજવીને પિતાનું રાજ્ય નગરશેઠ હેમાભાઈ વખતચંદને ત્યાં ગિર મૂકવાની ફરજ પડી હતી અને એ ગિરખત બે દાયકા સુધી ચાલુ રહ્યું હતું; આમ છતાં આ અરસામાં જ, એક બહારવટિયાએ, શત્રુંજયનાં દેરાસરોમાં લૂંટ કર્યાની ઘટના બની હતી. આ ઘટનાને નિર્દેશ સેરઠના પિોલિટિકલ એજન્ટ કેપ્ટન એચ. વિલ્બરફેર્સ-બેલે લખેલ “History of Kathiawad From the Earliest Times” નામે સને ૧૯૧૬ માં છપાયેલ પુસ્તક (પૃ. ૨૦૩-૨૧૦) માં કરવામાં અવ્યિા છે, જેને સાર આ પ્રમાણે છે ભાવનગરના ગોહેલ રાજવી વજેસિંહજી અને કાઠી કામ અને એના જોગીદાસ ખુમાણ જેવા બહારવટિયા વચ્ચે લાંબા વખતથી વેરઝેર ચાલ્યાં આવતાં હતાં; અને તેથી ગામડાંઓ અને, ક્યારેક તે, શહેરો પણ બહારવટિયાના ત્રાસના ભંગ બની જતાં હતાં. આથી પ્રજા તો ત્રાસી ગઈ જ હતી, પણ રાજવી વજેસિંહજી પણ કંટાળી ગયા હતા. એટલે વિષ્ટકારોની આશરે એક વર્ષ જેટલી લાંબી વાટાઘાટને અંતે, સને ૧૮૨૮ (વિ. સં. ૧૮૮૫) માં, વજેસિંહજી અને કાઠીઓ વચ્ચે સમાધાન થયું હતું. . પણ આવું સમાધાન થયું હોવા છતાં, સાત વર્ષ બાદ એટલે કે સને ૧૮૩૬ (વિ. સં. ૧૮૯૨) માં, મહુવા પાસેના મેણપુર ગામના બહારવટિયા સાદુલ ખસિયાએ, પોતાના સાથી બહારવટિયા સાથે, પાલીતાણાના શત્રુંજય પહાડ ઉપરનાં શ્રાવકાનાં દેરાસરો ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy