SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Buy શેઠ આવકની પેઢીને ઇતિહાસ પોલિટિકલ એજન્ટ કેપ્ટન આર. બાલે તા. ૨૦-૧૨-૧૮૨૦ ના રોજ લખેલા પત્રમાંથી મળતી માહિતીના આધારે કંઈક એ અણસાર મળી રહે છે કે, આ રોપાના પહેલા કરારને અમલ છેક સંવત ૧૮૪૫ (સને ૧૭૮૮) સુધી એટલે કે કરાર થયા પછી ૧૩૭ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલુ રહ્યો હતો. મજકૂર પત્રમાંનું લખાણ આ પ્રમાણે છે " 4. An agreement was entered into between the heads of the Shravuks and the ancestors of the present Palitana Chief so far back as the Hindu year 1807 (A. D. 1750), when, in consideration of protection, a moderate contribution was stipulated for by a written instrument which is forthcoming; this rate of exaction continued until Sumvat 1845 (A. D. 1788), when it was greatly increased.” અથS_“શ્રાવકના અગ્રેસરે અને હાલના પાલીતાણા દરબારના પૂર્વજો વચ્ચે છેક સંવત ૧૮૦૭ (ઈ. સ. ૧૭૫૦ ) માં એક લેખિત કરાર કરવામાં આવ્યું હતું કે જેના આધારે ખેપાના બદલામાં અમુક મધ્યમસર રકમ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ દસ્તાવેજ આની સાથે સામેલ કરવામાં આવે છે. નક્કી કરેલ આ દરની ચૂકવણી સં. ૧૮૪૫ (ઈ. સ. ૧૭૮૮) સુધી ચાલુ રહી હતી, તે પછી તેમાં ઘણો વધારે કરવામાં આવ્યો.” (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૪૫૮). નેધ–ઉપરના પત્રમાં દર્શાવવામાં આવેલ સં. ૧૮૦૭ (ઈ. સ. ૧૭૫૦) એ શરતચૂકથી નોંધાયેલ છે; ખરી રીતે આ કરાર વિ. સં. ૧૭૦૭ (ઈ. સ. ૧૬૫૦) માં થયે હતા. એટલે, ખરી રીતે, આ સાલ વિ. સં. ૧૭૦૭ (ઈ. સં. ૧૬૫૦) જોઈએ. વળી સને ૧૯૨૬ ની પહેલી એપ્રિલે રખોપાને, સને ૧૮૮૬ને ૪૦ વર્ષને, કરાર પૂરે થતો હોવાથી, એ બાબતમાં પોતાની માગણીની બહુ જ વેળાસર, રજૂઆત કરવા માટે, પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, જે અરજી કરી હતી, તેને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરફથી, તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ, જે જવાબ મોકલવામાં આવ્યું હતું તેના ૩૩ મા પેરેગ્રાફમાંના નીચેના શબ્દો પણ, આ કરાર સને ૧૭૮૮ સુધી (૧૩૭ વર્ષ સુધી) અમલમાં હતા, એ વાતનું સમર્થન કરે છે– “The Gohels and the Jain community continued to act upon this agreement till A. D. 1788 when the Palitana Chief began to make unwarranted exactions from the pilgrims." અથ–બગહેલો અને જૈન કેમ આ કરારનું પાલન સને ૧૭૮૮ સુધી કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy