SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ દેવામાં આવી છે. દરબારશ્રીની આ અરજીની નકલ, તા. ૯-૩-૧૯૨૬ ના રોજ, પેઢીના પ્રતિનિધિએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અબાલાલ સારાભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ, રાજકાઢ મુકામે, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વાટસનની મુલાકાત લીધી તે પછી જ, પેઢીને (તા. ૧૦-૩-૧૯૨૬ના રેજ) મળવા પામી હતી. આ હકીકત ઉપરથી, વસ્તુસ્થિતિથી અજાણ વ્યક્તિઓને, એમ લાગી જવાના સંભવ છે કે, પેઢીના પ્રતિનિધિઓ તથા જૈન સઘના અગ્રણીએ આ બાબતમાં પાલીતાણાના દરખારશ્રીની અરજીની નકલ મળ્યા પછી જ જાગૃત અન્યા હતા. પણ ખરી વાત એથી જુદા પ્રકારની હતી. અને પેઢીના પ્રતિનિધિએ અને જૈન સઘના અગ્રણીએ આ પહેલાં જ આ બાબતમાં સજાગ અને પ્રયત્નશીલ થયા હતા. આ વાતની પ્રતીતિ નીચેની માહિતી ઉપરથી થઈ શકશે તા. ૧૨-૨-૧૯૧૬ ના રોજ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ તથા શેઠશ્રી શાંતિદાસ આસકરણે મુબઈના નામદાર ગનર સર લેસ્લી વિલ્સનની મુંબઈમાં મુલાકાત લીધી હતી અને, રખેાપાની ખાખતની અને પાલીતાણા રાજ્યની હકૂમત (jurisdiction )ને લગતી વસ્તુસ્થિતિની રજૂઆત કરીને, આ ખાખતમાં જૈન સ`ઘને વેઠવી પડતી મુશ્કેલીઓની વિગતવાર સમજૂતી આપી હતી. આ પ્રસંગે આ બાબતમાં નામઢાર વાઈસરોય લોર્ડ રીડિંગને પણ જરૂરી લખાણુ કરવાની નામદાર ગવર્નરશ્રીને વિન ંતી કરવામાં આવી હતી, જેના ગવનરશ્રીએ સ્વીકાર કર્યાં હતા. આ પછી, તા. ૧૯-૨-૧૯૧૬ ના રોજ, મુબઈના ના. ગવર સર લેસ્લી વિલ્સને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ઉપર પત્ર લખીને, લા રીડિંગ સાથે જે કંઈ પત્રવ્યવહાર થયા હતા એની જાણ કરી હતી. એમાં વાઈસરાયની કરવામાં આવ્યુ` હતુ` કે, આ બાબતની અગત્ય તે ટુ ધ ગવર્નર જનરલ એનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કરે એવી એમને સૂચના પણ આપવામાં આવી છે.૭૪ વતી એવી ખાતરીનુ' ઉચ્ચારણ બરાબર સમજે છે અને એજન્ટ (આગળ સૂચવવામાં આવ્યુ છે તેમ, કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસન એ ખાખતને પૂરેપૂરા આગ્રહ ધરાવતા હતા કે, પાલીતાણા રાજ્ય સામેની, એજન્સીને આપવાની, કાઈ પણ અરજી તથા એજન્સી તરફથી પેઢીને આપવાની કોઈ પણ સૂચનાની માપ-લે પાલીતાણા રાજ્ય મારફત જ થવી જોઈ એ. આમ છતાં પેઢીના પ્રતિનિધિઓ સાથેની, તા. ૯-૩-૧૯૨૬ની, મુલાકાત વખતે એમણે પોતાના આ આગ્રહી વલણમાં ફેરફાર કરીને દરબારશ્રીની અરજીની નકલ એજન્સીના દફતરમાંથી કરી લેવાની પેઢીને અનુમતિ આપી હતી, તે મુ`બઈના ગવર્નર સાહેબની આવી કેાઈક ભલામણને કારણે જ હશે એમ લાગે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy