SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે ૨૪૫ ખરું કે, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે, પેઢી તરફથી પોતાની વાતની રજૂઆત મુદ્દાસર, મકકમપણે અને ન્યાયસંગત રીતે જ કરવામાં આવતી હતી, અને એ માટે ઊંચામાં ઊંચી કક્ષાના કાયદાના નિષ્ણાતોની સલાહ લેવામાં કોઈ પણ જાતની ઉપેક્ષા કે કરકસર કરવામાં આવતી ન હતી. આ આખી બીના પેઢીના વહીવટની પ્રતિષ્ઠામાં વધારે કરે એવી અને એના માટે વિશેષ માન ઉપજાવે એવી છે. નાના કે મેટા કેઈ પણ જાતના હક્કની રક્ષાની બાબતમાં જરા પણ ગાફેલ ન રહેવું અને એ માટે છેવટ સુધી પૂરેપૂરે પ્રયત્ન કરે, એ પેઢીને મુદ્રાલેખ બની ગયા છે. (૨) જ્યારે જ્યારે મુંડકાવેરાના અવેજમાં રખોપાની બાંધી રકમ નકકી કરવાને પ્રસંગ આવ્યો છે, ત્યારે ત્યારે પેઢીએ હંમેશાં એવું જ મક્કમ વિધાન કર્યું છે કે, રોપાની આવક એ કંઈ પાલીતાણા રાજ્યની બીજી મહેસૂલી આવક કે કર જેવું ચાલુ સાધન નથી, પણ ભારતભરના જૈન સંઘ અને પાલીતાણું રાજ્ય વચ્ચે થયેલ રખોપાના વિશિષ્ટ પ્રકારના કરારના બદલામાં આપવામાં આવતી રકમ છે. પાલીતાણા રાયે આ વાતને સ્વીકાર કરવા અનેક વાર આનાકાની કરી હતી, પણ એ બાબતમાં જૈન સંઘે જરા પણ મચક આપી ન હતી.૭૨ રખોપા કરાર એ, યાત્રિકોને આપવાના રક્ષણના બદલામાં દરબારશ્રીને આપવાની રકમને લગતે કરાર હતો, એટલે જ્યારે પણ કઈક યાત્રિકની મિલકતને નુકસાન થતું ત્યારે પાલીતાણા રાજ્ય એ ભરપાઈ કરી દેવું પડતું હતું, આ વાતની ખાતરી નીચેના પ્રસંગ ઉપરથી પણ થઈ શકે છે . સને ૧૮૮૬નો પાલીતાણું રાજ્યના ૪૦ વર્ષની મુદતને વાર્ષિક રૂ. ૧૫,૦૦) ને રખેપાને કરાર સને ૧૯૨૬માં પૂરે થતું હતું. તે અંગે પાલીતાણા દરબારશ્રીએ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. ટસનને જે અરજી કરી હતી, તેના જવાબમાં પેઢી તરફથી તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ જે અરજી કરવામાં આવી હતી, તેના ૪૫ મા ફકરા ઉપરથી જાણવા મળે છે કે, સને ૧૮૭૪ની સાલમાં, એક સંઘના યાત્રિકને કંઈક નુકસાન થયું હતું અને એ ભરપાઈ કરવા માટે, પોલિટિકલ એજન્ટની સૂચના મુજબ, પાલીતાણ દરબારશ્રીને, સને ૧૮૭૬ માં, રૂ. ૪૩૦૦/- જેવી રકમ ચૂકવવી પડી હતી. આ બનાવની સવિસ્તર માહિતી “પાલતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ” નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આપવામાં આવી છે. સમાધાન અંગે કરવામાં આવેલ વિશેષ પ્રયત્ન પાલીતાણાના દરબારશ્રીએ રૂ. ૧૫,૦૦૦) નો કરાર, તા. ૩૧-૩-૧૯૨૬ ના રોજ પૂરું થયા પછી, પિતે આ બાબતમાં શું ઈચ્છે છે એની સવિસ્તર રજૂઆત કરતે જે પત્ર, તા. ૧૪-૯-૧૨૫ ના રેજ, એજન્સીને લખ્યું હતું, એની વિગતે આગળ આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy