SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સને ૧૮ર૧ને રખોપાનો બીજો કરાર વિસં. ૧૭૦૭ને રપાન કરાર કેટલે વખત અમલમાં રહ્યો તેની કોઈ કિસ માહિતી મળતી નથી. એટલે અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી, સને ૧૮૨૧ (વિ. સં. ૧૮૮૮)ની સાલમાં, રખેપાને લગતે જે બીજે કરાર થયો તે દરમિયાનના, ૧૭૦ વર્ષ જેટલા લાંબા ગાળામાં પાલીતાણુના ઠાકોરે શત્રુંજયના યાત્રિકે સાથે કે વ્યવહાર રાખ્યું હશે, તે જાણી શકાતું નથી.૭ આમ છતાં આ અંગે યાત્રાળુઓને કેવી કેવી. હેરાનગતીમાંથી પસાર થવું પડવું પડતું હતું, એની આધારભૂત કહી શકાય એવી કેટલીક માહિતી એક પત્રમાંથી મળી રહે છે, એને અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. - આ પત્ર તા. ૩૦-૮-૧૮૨૦ ના રોજ, મુંબઈથી, શ્રી મોતીચંદ અમીચંદ અને શ્રી હેમચંદ વખતચંદની સહીથી મુંબઈના તે વખતના ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલિફન્સ્ટનને લખવામાં આવ્યું હતું. આ પત્રમાં શ્રી હેમચંદ વખતચંદની સહીની નીચે “શાંતિદાસ ઝવેરીના વારસદાર” (Descendants of Santidass Javerce ) એવી નોંધ કરવા ઉપરાંત અને બીજાઓ” (and others) એ પ્રમાણે નેંધવામાં આવ્યું છે. આને અર્થ એ છે કે, શ્રાવક સંધના આ બંને અગ્રણીઓએ આ પત્ર વ્યક્તિગત રીતે નહિ, પણ જૈન સંઘની વતી. લખ્યું હતું. આ પત્રમાં સહી કરનાર શ્રી મોતીચંદ અમીચંદ તે શ્રી શત્રુંજય ઉપર પિતાના નામની એક વિશાળ ટૂંક બંધાવનાર અને મુંબઈના સુપ્રસિદ્ધ શાહદાગર શ્રી મોતીશા શેઠ હતા. આ પત્રમાં શત્રુંજય તીર્થની યાત્રાએ જનાર યાત્રિકની દરબારશ્રી અથવા તે એમના આરબ સિપાઈઓ દ્વારા થતી કનડગતને ચિતાર આપીને એ કનડગત બંધ થાય એ માટે ઘટતા પગલાં લેવાની અરજ કરવામાં આવી હતી. આ કનડગત કઈ કઈ રીતે કરવામાં આવતી, તેની કેટલીક વિગતે આ અરજીમાંથી મળે છે, જે આ પ્રમાણે છે– મજકુર શાંતિદાસે આ શેત્રુ જે પહાડ સાચવવાનું કામ આ જિલ્લાના રાજાને આપવાનું ચોગ્ય ધારેલું. અને તેની સાથે એવી શરત કરેલી કે એ સ્થળે જાત્રાએ જનારા લોકોને સુખસગવડ આપવી તથા પહાડ ઉપરના મંદિરમાં સ્થાપેલી પ્રતિમાજીઓની ધાર્મિક ક્રિી કરાવવી અને પાલીતાણા પરગણાની આવકમાંથી એ મંદિરને નિભાવવાં. “જે રાજાને આ પ્રમાણેનું કામ સંપવામાં આવેલું તેણે તથા તેના વંશજોએ આ પવિત્ર શરતે બરાબર પાળેલી. પણ ઘણે વખત વીત્યા પછી એ રાજાના એક વંશજ દરેક જાત્રાળુ ઉપર ગેરવ્યાજબી રીતે કર નાખવાની શરૂઆત કરી દીધી. આપ નામદારના અરજદારો તથા બીજા જાત્રાળુઓને આ કર ભરવાની ફરજ પડેલી. કારણ, લાંબી મુસાફરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy