SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ અત્ર મત્તે લખું તે પ્રમાણે છે. અત્ર સંખ્ય ૧ ગેહેલ કાંધાજી ૧ ગો. ગેમલજી - ૧ બાઈ પદમાજીક ૧ ગે. લખમણુજી - ૧ બાઈ પાટમદે ૧ રા. ભીમજી ૧ ૨. જાદવ ૧ સા. જગપાલ ૧ ઠા. પરબત ૧ દે, કડવા લખત ભાટ પરબત નારાયણએ લખુ પાલિ નહિ તે અમિ જમાન છું. અમદાવાદ મધે જબાપ કરૂં સહિ છે તથા ભાટને અગડ કરી છે તે પળાવું સહી સહી આ કરારમાં શ્રાવક સંઘના પ્રતિનિધિ તરીકે શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરાનાં નામ લખેલાં છે. આમાં શ્રી શાંતિદાસ સહસકરણ એ તે રાજા અને પ્રજામાં બહુમાનભર્યો મ ધરાવનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ છે. તેમની સાથે શાહ રતન સૂરાનું નામ લખ્યું છે. તેઓ કોણ છે, તે અંગે તપાસ કરતાં શાસ્ત્રવિશારદ જેનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) સંધિત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ” ભાગ ૧ માં છપાયેલ અને શ્રી શીલવિજયજીએ રચેલ તીર્થમાળામાં જ્યાં (પૃ. ૧૨૪, કી ૧૪૩) અમદાવાદના શ્રાવકેનાં નામો આપ્યાં છે, ત્યાં લખ્યું છે— ઉસવંશ ભૂષણ શિરદાર, સૂરા રતન બે બંધુ ઉદાર; સત્યાસીઈ દીઉ સબ્સકાર, વિમલાચલના સંધ અઢાર. આ કડીમાં થયેલ ઉલ્લેખ ઉપરથી, એટલું જાણી શકાય છે કે, સૂર અને રતન એ બને પિતા-પુત્ર નહીં પણ સગા ભાઈ અને ઓસવાળ જ્ઞાતિના હતા. કરારની યથાર્થતા બાબત તકરાર અને તેનું નિરાકરણ 1 સને ૧૮૭૫ માં શત્રુંજય ઉપર નવું દેરાસર બાંધવું હોય તે એ માટેની જમીન માટે શ્રાવક કેમે પાલીતાણા રાજ્યની મંજૂરી મેળવવાની અને એની કિંમત આપવાની જરૂર ખરી કે કેમ, એવો પ્રશ્ન ઊભે થયો. અને એ અંગે ઘટતી તપાસ કરીને પિતાને અહેવાલ મોકલવા માટે મુંબઈ સરકારે તે વખતના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. જે. બી. પીલને લખ્યું હતું. આ બાબત ઊંડી તપાસ માગે એવી હોવાથી મિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy