________________
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ
કલમ ૪૪ મી મકાનમાં પણ નાણું રેવાની જોગવાઈ—પેઢીનાં નાણાં, કાયદેસર રીતે, કથા કંથાં રેકી શકાય એની વિગતે ૪૪ મી કલમમાં આપવામાં આવી છે. એમાં
અને / અથવા ઓછી આવકવાળા જૈન ભાઈ એ માટે મકાન બાંધવામાં અને / અથવા તે માટે જગ્યા કે મકાન ખરીદવામાં રોકવામાં આવશે”-એવી જે જોગવાઈ રાખવામાં આવી છે કે, અત્યારના સંજોગોમાં, ખૂબ આવકારપાત્ર અને અનુમોદનીય બની રહે એવી છે. પિતાની નિયમાવલીમાં આવી જોગવાઈને દાખલ કરીને પેઢીએ જરૂરતવાળા શ્રાવક ભાઈઓની મુશ્કેલી પ્રત્યે સક્રિય સહાનુભૂતિ દર્શાવી છે અને તે બીજી સંસ્થાઓએ અનુસરવા જેવી છે, એમ કહેવું જોઈએ.
કલમ ૫૦ મી * નિયમાવલીમાં ફેરફાર–ભવિષ્યમાં જ્યારે પણ, વહીવટી સુવિધાની ખાતર, પેઢીની નિયમાવલીમાં સુધારા-વધારા કરવાની જરૂર ઊભી થાય ત્યારે, એમ કરી શકાય એ માટે, નિયમાવલીમાં ૫૦ મી કલમ નીચે મુજબ ઘડવામાં આવી છે (૫૦) આ નિયમાવલીમાં જૈન સિદ્ધાંતને બાધ ન આવે તેવી રીતે, વહીવટ,
વ્યવસ્થા અને સંચાલન અંગેના નિયમોમાં કોઈ પણ સુધારાવધારા કે ફેરફાર કરવાની જરૂર જણાય તે પ્રતિનિધિઓની સાધારણ અથવા અસાધારણ સભાના કાર્યક્રમ સાથે અને આ નિયમાવલીની મૂળ કલમે તથા તેમાં શું શું સુધારાવધારા કરવા છે, તે સવિસ્તર દર્શાવવા. ત્યાર પછી સભામાં હાજર રહેલ સભ્યોના ૩/૪ ભાગની સંમતિથી આ નિયમાવલીમાં
સુધારાવધારા કે ફેરફાર થઈ શકશે.” અમલ–નિયમાવલીની છેલ્લી–૫૩ મી કલમમાં સૂચવ્યા પ્રમાણે, વિ. સં. ૧૯૨૫ના બીજા અષાડ સુદિ બીજથી અમલમાં આવેલ નવા બંધારણની નિયમાવલીની કેટલીક વિશેષ નોંધપાત્ર કલમનું થોડુંક અવલોકન ઉપર કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ પેઢીનાં કારોબાર સરખી રીતે અને વ્યવસ્થિત તેમ જ નિયમસર ચાલતું રહે, એ માટે પેઢીના સંચાલકે સમયે સમયે કેટલું ધ્યાન આપતા રહે છે, તે જાણી શકાય છે. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org