________________
પેઢીનુ‘ અધારણ
૧૬૩
મી. માણેકલાલ ઘેલાભાઈ એ દરખાસ્ત કરી તથા મી. અ‘બાલાલ ખાપુભાઈ એ ટેકો આપ્યા કે આ કામ ઘણું જ સારૂં' છે અને ઉપર જે રકમ જણાવી તે રકમ શેઠ આણુંદજી કલ્યાણજીએ સમેતશિખરજી તિર્થ ખાતે લખીને આપવી અને તે ખાખત જે જે જરૂર અને ચેાગ્ય કામ લાગે તે સવે કરવા વહીવટ કરનાર પ્રતિનિધિએને સત્તા આપવી અને આ કામ બદલ રાય બદ્રીદાસ માહાદુરને ધન્યવાદ આપવા.”
ઉપર મુજબનો જે ઠરાવ પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના (સ’૦ ૧૯૬૮ ના ફાગણુ વિશ્વ ૯, મંગળવારના) રાજ મળેલ સભાએ કર્યાં હતા, એ ઠરાવને બંધારણ માટે ખેલાવવામાં આવેલ આ સભાએ, નીચે મુજબ અગિયારમા ઠરાવ કરીને, પોતાની બહાલી આપી હતી—
“ ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગમાં ઠરાવ થયેલ છે તે મજુર કરવામાં આવે છે અને ઠરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતમાં અથવા રક્રમમાં કાંઈ ઓછું વધતુ કરવાનું અગર ફેરફાર કરવાનું વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચેાગ્ય લાગે તેા તેમ પણ કરવાની તેમને સપૂર્ણ સત્તા આપવામાં આવે છે.”
છેક પૂર્વ દેશમાં આવેલ પરમપવિત્ર શ્રી સમ્મેતશિખર જેવા મહાતીર્થના પહાડના માલિકીહક્કો મેળવી લેવાની વાત ઉપસ્થિત થઈ ત્યારે, શ્રીસ ઘનું અને ખાસ કરીને પૂર્વ દેશના જૈન અગ્રણીઓનું પણ ધ્યાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ ગયું, એ ઉપરથી જોઈ શકાય છે કે પેઢીએ શ્રીસ ધનો કેટલા બધા વિશ્વાસ અને આદર સપાદન કર્યાં હતા! પેઢીનો વહીવટ એક રજવાડાના કારોખાર જેવા વિશાળ હતા, એમ જે અગાઉ કહેવામાં આવ્યું છે, એ વાતનુ સમર્થન આ પ્રસંગ ઉપરથી પણ થાય છે. સાથે સાથે જ્યારે પણ તીર્થરક્ષાને સવાલ આવતા ત્યારે પેઢી પણુ, ખર્ચના, દૂરીના કે વહીવટી મુશ્કેલીના વિચાર કર્યા વગર, પેાતાનું ધકબ્ય અજાવવા કેવી તત્પર રહેતી હશે એ વાતનુ સૂચન પણ આ પ્રસંગ ઉપરથી મળી રહે છે.
66
""
આ તીના વહીવટ તા પહેલાં શ્રી જૈન શ્વેતાંબર સેાસાયટી, મધુવન ” અને અત્યારે “ શ્રી જૈન શ્વેતાંબર ભડાર તીથ સમેતશિખરજી, મધુવન ” એ નામથી કલકત્તાના સઘની કમિટિ સભાળે છે, છતાં આ તીર્થના દરેક પ્રકારના હક્કોના રક્ષણ માટે પેઢી અત્યારે પણ ઘણી માટી જવાબદારી સભાળી રહી છે. આની વિશેષ વિગતા આગળ ઉપર આપવામાં આવશે.
ગૌરવભર્યાં ઠરાવ—બારમા ઠરાવ પેઢીના અખિલ-ભારતીય દરજ્જાને શેાભાવે એવા ગૌરવભર્યાં છે. એમાં નક્કી કરવામાં આવ્યુ` હતુ` કે, પાલીતાણામાં (શ્રી શત્રુંજય તીર્થમાં ) દર વર્ષે ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જે ચાખ્ખી આવક થાય, તેમાંથી અડધી રકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org