________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ “શ્રી શત્રુંજય તથા શ્રી ગીરનારજીના ડુંગર તથા તે ઉપરનાં તથા પાલીતાણાના અને તેની આસપાસનાં તથા જુનાગઢ અને તેની આસપાસનાં તથા શ્રી રાણેકપુર-સાદરી તથા તેની આસપાસનાં જૈન સમુદાયના સાર્વજનીક તીર્થો, દેરાસરો તથા ધાર્મિક સંસ્થાઓ વિગેરેના અંગની કે લગતી હરેક પ્રકારની સ્થાવર કે જંગમ મીલકત તથા ઉપજ તથા તે સંબંધીનાં સર્વે કામકાજે જેને હાલ સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે તે તેમના જ વહીવટમાં હવે પછી આગળને માટે પણ કાયમ રાખવાં.”
આ ઠરાવ ઉપરથી જોઈ શકાય છે કે, વખત જતાં, શ્રી ગિરનાર, શ્રી રાણકપુરસાદરી અને તેની આસપાસનાં ધર્મસ્થાન વગેરેનો વહીવટ પણ પેઢીની હકૂમતમાં આવી ગયું હતું, એ તે ખરું જ; પણ આ તીર્થો, જિનમંદિર ઈત્યાદિને વહીવટ સંભાળવા ઉપરાંત, સભાએ, વહીવટદાર પ્રતિનિધિઓને યોગ્ય જણાય તે “કઈ પણ ઠેકાણે આવેલાં તીર્થો, દેરાસર વગેરેને વહીવટ સંભાળવાની સત્તા સાતમા ઠરાવથી આપી હતી. આ ઠરાવમાં પણ, પેઢીની સંતોષકારક કાર્યવાહીને કારણે, શ્રીસંઘમાં પેઢી પ્રત્યે જાગેલી ચાહના અને શ્રદ્ધા પ્રતિબિંબિત થયેલી દેખાય છે. • નવમા ઠરાવથી પેઢીના વહીવટ બહારનાં દેરાસર વગેરેની સાચવણી માટે પંદર હજાર રૂપિયા અને દસમા ઠરાવથી પિતાના વહીવટની એક સંસ્થામાંથી પિતાના વહીવટની બીજી સંસ્થાના રક્ષણ માટે વીસ હજાર રૂપિયા ખર્ચ કરવાની સત્તા વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી.
શ્રી સમેતશિખર તીર્થના પહાડને માલિકીહક્ક–પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના રોજ મળેલ સભાએ, શ્રી સમેતશિખર મહાતીર્થના માલિકી હક્કો ખરીદી લેવા સંબંધમાં નીચે મુજબ ઠરાવ કર્યો હત–
રાય સાહેબ બદ્રિીદાસજી બહાદુર કલકત્તથી અત્રે પધારેલા છે અને તેમણે મહા પ્રયત્ન શિખરજીના તિર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈએ રાય સાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શીખરજી ઉપરના તમામ હકનું કાયમનું લીસ લેવા માટે રૂ. ૨,૪૨,૦૦૦) બે લાખ બેંતાલીસ હજાર એક વાર રેકડા આપવા તથા દર વર્ષે રૂ. ૪૦૦૦) ચાર હજાર આપવા એવી ગોઠવણ થઈ છે. અને તેમાં જે રૂ. ૧૫૦૦ પંદરસેં શ્રી શીખરજીના કારખાના તરફથી મળે છે તે લેવાના તથા પાલગજના રાજાના હક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની એમ જાહેર કર્યું અને આ સંબંધે ગવર્નમેન્ટમાં મંજૂરી માટે માગણી કરી છે, તે માગણી મંજૂર થયેથી ઉપરની રકમ તથા તે સિવાય વકીલ વગેરે બીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂ. ૧૫૦૦] પંદર હજાર સુધી જરૂર પડે તેમ છે એમ જાહેર કર્યું. આ હકીક્ત ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org