SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ પત્ર લખી મોકલવા લખવું અને તે મુદત પૂરી થયેથી આવેલી સૂચનાઓ પર વિચાર કરવા માટે વહીવટ કરનાર પ્રતિનિધિઓએ અમદાવાદ મુકામે હિંદુસ્તાનનો સકલ સંઘ એટલે આપણું સર્વે જૈન ભાઈઓને લાવવા તજવીજ કરવી. અને સકલ સંઘ અત્રે બોલાવવા બાબત વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચગ્ય જણાય તેવા છાપા દ્વારા એ ખબર આપવી. આ દરખાસ્તને શેઠ દલપતભાઈ મગનભાઈએ ટેકો આપે. તે ઉપર વોટ લેતાં ફક્ત માણેકલાલ ઘેલાભાઈએ વિરૂદ્ધ મત આપ્યું. બાકીના સર્વે તેની તરફેણમાં મત આપતાં તે દરખાસ્ત બહુમતે પાસ થઈ.” પેઢીની જનરલ સભાના આ ઠરાવમાં સૂચવ્યા મુજબની કાર્યવાહી પૂરી થતાં, બંધારણમાં જરૂરી સુધારા-વધારા સૂચવવા તથા સ્વીકારવા માટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ “હિંદુસ્તાનના સકલ સંઘના શ્રાવક સમુદાયના તમામ મેમ્બરની સભા” સને ૧૯૧૨ના ડિસેમ્બર માસની ૨૮, ૨૯, ૩૦ (વિસં. ૧૯૬ના માગસર વદિ ૫, ૬, ૭ શનિ, રવિ, સોમ) એમ ત્રણ દિવસ માટે અમદાવાદમાં લાવવાનું નક્કી કર્યું, અને એ માટે તા. ૫-૧૧-૧૯૧૨ના રોજ (જાવ નં૧૪૦૫), “હિંદુસ્તાનના જુદા જુદા સ્થળના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને પત્ર લખ્યા.” આ સભામાં ર૯૧ શહેરે-નગરના ૧૦૨૪ પ્રતિનિધિઓએ ભાગ લીધે હિતે અમદાવાદના ૪૪૮ સદગૃહસ્થાએ હાજરી આપી હતી, અને અમદાવાદના ૧૫૧૩ જેટલા સગ્ગહસ્થને પ્રેક્ષક તરીકે હાજર રહેવા દેવામાં આવ્યા હતા. સભામાં ગામ-પરગામના તથા અમદાવાદ શહેરના શ્રમણોપાસક સમુદાયની આટલી મેટી હાજરી જ એ વાતની સાક્ષીરૂપ બની રહે છે કે, આ સભા માટે ઠેર ઠેર કેટલો બધો પ્રચાર કરવામાં આવ્યો હતે; અને આ પ્રચારને લીધે, આ સભા માટે, શ્રીસંઘમાં કેટલે વ્યાપક ઉત્સાહ જાગી ઊઠયો હતો ! આ હાજરીથી એમ પણ જોઈ શકાય છે કે, આ સભાને (અને એને લીધે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સકલ સંઘનું સાચું પ્રતિનિધિત્વ કરવાનું વિશેષ ગૌરવ અને બળ મળ્યું હતું, અને એમાં થયેલી કાર્યવાહીને સક્લ સંઘે વધાવી લઈને એના ઉપર પોતાની મહેરછાપ લગાવી હતી. આ સભાનું પ્રમુખપદ, પેઢીનું પહેલું બંધારણ જેમની આગેવાની નીચે ઘડાયું હતું તે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈને પૌત્ર શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ સંભાળ્યું હતું–આ વખતે તેઓ જ પેઢીના પ્રમુખ હતા. શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈ ઘણું બાહોશ, કુનેહબાજ અને અંગ્રેજ શાસકોમાં ઘણી લાગવગ ધરાવનાર જૈન અગ્રણી અને અમદાવાદના નગરશેઠ હતા. સભાના પ્રમુખસ્થાનેથી બેલતાં શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ કહ્યું હતું કે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy