________________
પેઢીનું બંધારણ
૧૫૯ પેઢીનું પ્રમુખપદ: ચોથે ઠરાવ ઘણે વિસ્તૃત છે અને એમાં વહીવટદાર પ્રતિનિધિઓની સત્તા અને કામગીરીની, સામાન્ય શિરસ્તા મુજબની, વિગતે આપવામાં આવી છે. એ ઉપરાંત, કાયમને માટે પેઢીનું પ્રમુખપદ કેણ સંભાળે એ બાબતમાં એ ઠરાવમાં જે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, તે ખાસ ધ્યાન ખેંચે એવી છે. આ જોગવાઈ આ પ્રમાણે કરવામાં આવી છે–
શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જેમને મરહુમ શેઠ શાંતિદાસના વારસ તરીકે સદરહુ ડુંગર તથા દેરાસરો સમુદાય મજકુર તરફથી તથા તેમની વતી ટ્રસ્ટમાં સંપાયેલા છે તે તથા શેઠ શાંતિદાસ મજકુરના કુટુંબને જે વખતે જે વારસ હોય તેઓ વહીવટ કરનાર પ્રતિનિધિઓની ઉપર લખેલી કમીટીના વંશપરંપરા સભાપતિ તથા એદ્ધાની રૂઈએ સભાસદ થાય તેઓને આથી મુકરર કરવામાં આવ્યા છે.” '
ચેથા ઠરાવમાંની આ જોગવાઈ ઉપરથી સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે, શેઠશ્રી શાંતિદાસે અને એમના વંશજોએ શ્રી શત્રુંજય તીર્થ, જૈન શાસન તથા શ્રીસંઘની જે વિશિષ્ટ અને યાદગાર સેવાઓ બજાવી હતી, એ પ્રત્યે સકલ સંઘે આ ઠરાવ દ્વારા, પિતાની કદરદાની અને કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવાની તક લીધી હતી. આ રીતે સને ૧૯૮૦ની સાલમાં પેઢીનું પહેલું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.’
બંધારણમાં પહેલી વાર ફેરફાર સને ૧૮૮૦ (વિ. સં. ૧૭૬)માં ઘડવામાં આવેલ બંધારણ મુજબ પેઢીનો કારેબાર ૩ર વર્ષ સુધી સારી રીતે ચાલતો રહ્યો. તે પછી બદલાયેલા સંજોગે, અત્યાર સુધી અનુભવ, પેઢીને કાર્યવિસ્તાર વગેરે કારણોને લીધે પેઢીના બંધારણમાં કેટલાક સુધારાવધારા કરવાની જરૂર લાગતી હતી. આથી, સને ૧૯૧૨ ના માર્ચ મહિનાની ૧૦ મીથી ૧૨ મી તારીખે દરમિયાન, ત્રણ દિવસ માટે, તે વખતના પેઢીના પ્રમુખ શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈના પ્રમુખપદે મળેલ વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભાએ, તા. ૧૨-૩-૧૯૧૨ ને મંગળવારના રોજ, આ અંગે જે ઠરાવ કર્યો હતો, તેની નોંધ કાર્યવાહીની બુકમાં આ પ્રમાણે કરવામાં આવી છે—
શેઠ મનસુખભાઈ ભગુભાઈ એ દરખાસ્ત કરી કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ સંબંધી સને ૧૮૮૦ માં નીયમે કરેલા છે પરંતુ તે સમયને લાંબા સમય વ્યતીત થયેલે છે, તેથી હિંદુસ્તાનના સકલ સંઘને હાલ સુધારે વધારે કરવાની જરૂર લાગે તે તેમ કરવા પ્રથમના રૂલ્સ હિંદુસ્તાનના જાણીતા સ્થળોના સંઘે તરફ મોકલવા અને તેવા કાગળ અત્રેથી લખવામાં આવે તે તારીખથી બે માસની અંદર તે સંઘ તરફથી સૂચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org