________________
૧પ૦
શેઠ આ૦ કંટની પેઢીને ઇતિહાસ સરકારે, આ અરજી અરજદારને પાછી મોકલી આપવા અંગે, નીચે મુજબ ઠરાવ કરીને એ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મારત, પેઢી ઉપર મોકલી આપ્યો હતે
“ઠરાવ–આ અરજી અરજદારને એવી સૂચના સાથે પાછી મોકલી આપવી કે, (મુંબઈ) સરકાર ફક્ત એવી વ્યક્તિ તરફથી આવેલી અરજીનો સ્વીકાર કરશે કે જેમાં પિતાની થકી અથવા તો જે વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવાની કાયદેસરની સત્તા ધરાવતી હોય એવી વ્યક્તિ તરફથી, શુદ્ધ દાનતથી, ફરિયાદ કરવામાં આવી હોય. અને શેઠ આણંદજી કલ્યાણજી નામની એવી કોઈ વ્યક્તિ કે જે “ભારતની શ્રાવક કેમનું પ્રતિનિધિત્વ કરવાને ” અધિકાર ધરાવતી હોય, એવું માનવામાં નથી આવતું; તેથી આ ફરિયાદ એવી નથી કે જેને (મુંબઈ) સરકારે સાંભળવાની કે ધ્યાનમાં લેવાની જરૂર હોય.”૩
એક બાજુ મુંબઈ સરકારે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ભારતના સમસ્ત જૈન સંઘનું (શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું) પ્રતિનિધિત્વ કાયદેસર નહીં ધરાવતી હોવા અંગે ઉપર મુજબ ટીકા કરી હતી, અને બીજી બાજુ, શ્રી શત્રુંજય તીર્થ અંગે પાલીતાણું રાજ્ય સાથે અવારનવાર ઊભા થતા પ્રશ્નો, વિવાદ કે ઝઘડાઓની પાલીતાણું રાજ્યમાં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના કાર્યાલયમાં કે મુંબઈ સરકારમાં મેગ્ય અને
અસરકારક રજૂઆત કરવા માટે, પેઢી ભારતના જૈન સંઘની પ્રતિનિધિ-સંસ્થા હોવાની વાતનું ઉચ્ચારણ કરતાં રહેવું અનિવાર્ય હતું, એટલે મુંબઈ સરકારની આ ટીકાનું સત્વર પરિમાર્જન થાય એવી કાર્યવાહી કર્યા વગર ચાલે એમ ન હતું. પણ આ માટે પરિસ્થિતિ ને પારખીને, સમયને પિછાનીને અને દૂરંદેશી દાખવીને, આ બાબતમાં મુંબઈ સરકાર સાથે લખાપટ્ટી કરવામાં અનાવશ્યક કાળક્ષેપ કરવાને બદલે, પેઢીના સંચાલકોએ પેઢીનું કાયદેસર બંધારણ, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના સહકારથી, ઘડીને એનું કાયદેસરનું પ્રતિનિધિત્વ મેળવવાનું મુનાસિફ તથા જરૂરી માન્યું અને એ માટેનાં ચક્રોને સત્વર ગતિમાન કર્યા.
પહેલું બંધારણ એ વખતે રાવબહાદુર શ્રેષ્ઠીવર્ય શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ અમદાવાદના નગરશેઠ હતા; અને, પોતાના પ્રતાપી પૂર્વજોની જેમ, તેઓ પણ અંગ્રેજોના રાજ્યશાસનમાં તેમ જ પ્રજાવર્ગમાં પણ ઘણો પ્રભાવ ધરાવતા હતા. વળી, નગરશેઠ શ્રી શાંતિદાસના વખતથી એક પ્રથા ચાલી આવતી હતી કે, જે અમદાવાદ શહેરના નગરશેઠ હોય એ જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળતી સમિતિના મુખ્ય મવડી એટલે કે પ્રમુખ હોય; અને શ્રી જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ તરીકેનું ગૌરવશાળી પદ પણ તેઓ જ ધરાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org