SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીનું બંધારણું ઉપપ કામગીરી સંભાળતા હતા. એ વખતે એની ઉંમર ૬૦-૬૫ વર્ષ જેટલી વૃદ્ધ થઈ હતી. તે આ કામગીરી દરમ્યાન, તા. ૨૪-૧૧-૧૮૭૮ ની રાત્રે, કેઈક વખતે, એ ગઢ ઉપરથી ચૂનાની ફરસબંધી ઉપર પટકાઈ પડ્યો હતો અને તેથી તેનું મરણ નીપજ્યું હતું, એટલે તા. ૨૫-૧૧-૧૮૭૮ ની સવારમાં એ ગઢની બહાર મરેલી હાલતમાં મળી આવ્યો હતો. જૈન સંઘ અને વિશેષ કરીને પેઢી તરફની અણગમા કે દ્વેષની લાગણીથી પ્રેરાઈને, પાલીતાણા રાજ્ય, આ ઘટનાને પેઢીના માણસો દ્વારા કરવામાં આવેલ આલમ બેલીમના ખૂન તરીકે ઓળખાવીને અને આ માટે પેઢીના છ માણસે સામે આરોપનામું ઘડી કાઢીને, એમની ધરપકડ કરી પણ હતી. છેવટે આ છ તહોમતદારે ઉપર મૂકવામાં આવેલ આરેપ પુરવાર ન થઈ શકવાથી એમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા અને આલમ. બેલીમનું મૃત્યુ ખૂનથી નહીં પણ ગઢ ઉપરથી પડી જવાના અકસ્માતને કારણે થવા પામ્યું હતું, એ ફેંસલો પણ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. બાટને તા. ૨૦-૧૨૧૮૭૯ ના રોજ, આપ્યો હતો. એક રીતે વિચારીએ તે, આ ફેંસલો પેઢીના લાભમાં અને એને સંતોષ થાય તેમ જ ખૂનના આરેપનું નિરાકરણ થાય એ આવકારપાત્ર હતા. આમ છતાં ૨૦ મુદ્દા (કલમ)ના આ ફેંસલામાં કેટલાક મુદ્દા એવા હતા કે જેમાં આ ઘટના અંગે શ્રાવકની ટીકા પણ કરવામાં આવી હતી. એટલે, આ ટીકાઓ સંબંધમાં ઘટતો ખુલાસે કરે જરૂરી લાગવાથી, આ ફેંસલાની સામે, પેઢી તરફથી, તા. ૧૩-૧-૧૮૮૦ ના રેજ, મુંબઈના નામદાર ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ બેરોનેટને, એક અપિલ કરવામાં આવી હતી. પણ આ અપિલનું પરિણામ ધારણા કરતાં સાવ જુદું અને વિચિત્ર કહી શકાય એવું આવ્યું ! આ અપિલ રદ કરવા લાયક કેમ છે, તે અંગે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ત્રણ કારણે મુંબઈ સરકારને લખી જણવ્યાં હતાં. આ ત્રણ કારણોમાં ત્રીજું કારણ આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું: “આણંદજી કલ્યાણજી એ નામની કઈ વ્યક્તિ છે નહીં. આ આણંદજી કલ્યાણજી એ નામ કઈ એક વ્યક્તિનું નહીં, પણ કોઈ એક પેઢીનું છે. આણંદજી કલ્યાણજીની પેઢી શ્રાવક કેમની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરવાને દા કરે છે. અને જે આ કેમ પાલીતાણા રાજ્ય અને એમની વચ્ચે પ્રવર્તતી ગેરસમજને સાચે જ દૂર કરવા માગતી હોય તે, એણે, પિતાની જ્ઞાતિની સામાન્ય સભા બોલાવીને, કોઈ વગદાર સભ્યની નિમણુક કરવી જોઈએ અને એને પોલિટિકલ એજન્ટની મધ્યસ્થી અને દેખરેખ નીચે, પાલીતાણા રાજ્ય સાથેના બધા મુદ્દાઓનું સમાધાન કરવાની સત્તા આપવી જોઈએ.” કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે સૂચવેલ આ ત્રણ કારણને માન્ય રાખીને, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy