________________
८
પેઢીનુ' બધારણુ
પેઢીના સચાલન માટે, અત્યારની ષ્ટિએ કાયદેસર કહી શકાય એવું, પદ્ધતિસરનુ ખ'ધારણ તા, સૌથી પહેલાં, વિ॰ સ૦ ૧૯૩૬ ની સાલમાં (સને ૧૮૮૦ માં) ઘડાયું; પણ એ પહેલાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજની સાચવણી અને સુવ્યવસ્થાનો કારાબાર હુ જ સારી રીતે અને દેશભરના જૈન સદ્યાને સંતેષ થાય એ પ્રમાણે ચાલતા હતા. અને તીનાં તથા યાત્રિકોનાં હિત અને રક્ષણની ખખતમાં જ્યારે કાઈ પણ પ્રકારનુ સ’કેટ કે જોખમ ઊભું થતું હતું, ત્યારે એનો મક્કમતાપૂર્વક સામનો કરીને અને તેટલુ વહેલુ નિરાકરણ થઈ જાય એવા પ્રયાસ સફળતાપૂર્વક કરવામાં આવતા હતા. આવા કોઈ પણ જાતની મુશ્કેલીના વખતમાં, પેઢીના જે તે વખતના સંચાલકા આત્મવિશ્વાસ અને દૃઢતાપૂર્વક કામગીરી બજાવીને એમાં સફળતા મેળવી શકતા હતા, એનુ મુખ્ય કારણ એ હતું કે, એમણે પેાતાની કાર્ય કુશળતા અને ધ્યેયનિષ્ઠાને લીધે દેશભરના શ્રીસદ્યાનો એવા વિશ્વાસ સ`પાદન કરેલા હતા કે જેથી આવા કોઈ પણ પ્રસંગે આખા દેશના સ`ઘેા એમની સાથે જ રહેતા, એમના આદેશાનુ' પૂરી તત્પરતા સાથે પાલન કરતા અને એમનું પૂરેપૂરુ· પીઠબળ પેઢીના સ...ચાલકેાને મળી રહેતું. મતલખ કે, કેાઈ પણ પ્રકારની મુશ્કેલીતું નિરાકરણ કરવાની જવાખદારી પેઢીના સંચાલકા પોતે જ નિભાવતા રહેતા હોવા છતાં, જાણે આખા સઘ એકદિલ અને એકએલ બનીને વતા હાય એવુ· અનોખુ વાતાવરણુ સરજાઈ જતું અને એની અસર પણ તરત તથા ઘણી સારી થતી.
જ્યારથી તીર્થોનો વહીવટ સભાળતી પેઢી તથા ખીજી જાહેર સસ્થાઓ માટે ચાક્કસ પ્રકારનું બંધારણ ઘડવાની પ્રથાની શરૂઆત થઈ તે પહેલાં પણ પેઢીનો પ્રધા કારોબાર, પર પરાથી ચાલી આવતી પ્રણાલિકાએ મુજબ, ખરાખર ચાલતા રહેતા હતા; અને એમાં મહાજનપ્રથા અથવા પંચપ્રથાએ નક્કી કરેલી લક્ષ્મણરેખાનુ' (મર્યાદાનુ) કલ્યાણબુદ્ધિથી ખરાખર પાલન થતું રહે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી. અને આમાં મુખ્ય ભાર, કાઈ પણ સંસ્થાના અથવ્યવહાર ભૂલ વગરનો, ચાખ્ખા અને સંસ્થાને કઈ પણ જાતનું આર્થિક નુકસાન થવા ન પામે કે એને દોષ ન લાગે એ માટેની પૂરી ચીવટ અને ઝીણવટવાળા હાય એ વાત ઉપર આપવામાં આવતા હતા. જે સસ્થાની આર્થિક વ્યવસ્થા દોષમુક્ત અને કાર્યક્ષમ હાય એ સંસ્થા યશનામી અને લોકોના વિશ્વાસને
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org