________________
૧૫૨
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ તેની નીચે નિયુક્ત થયેલા કામદારો વચ્ચેના ઉપરના વિવાદ સંબંધે સને ૧૯૪૭ના ઔદ્યોગિક વિવાદ અધિનિયમ : ૧૯૪૭ના ૧૪માંઃ ની કલમ ૧૨ની પેટા કલમ ૪૪ અન્વયે ભાવનગરના સમાધાન અધિકારીએ રજુ કરેલા અહેવાલ પર વિચારણા કરેલી છે અને સરકારને ખાત્રી થઈ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણું ધાર્મિક અને ચેરીટેબલ પ્રવૃત્તિ કરતી સંસ્થા હોઈ, તેને ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ની જોગવાઈઓ લાગુ પડતી નથી. અને તે કારણે તે પેઢી અને તેના કામદારો વચ્ચે ઝગડે સદરહુ અધિનિયમની
જોગવાઈ હેઠળ ન્યાયપંચને સોંપવાનું શક્ય નથી.” - આ આદેશ-પત્રથી આ વિવાદને આશરે બે વર્ષ અંત આવ્યું હતું. ૨૦. આ “યાદી' શબ્દને અર્થ, તે વખતના કાયદાની પરિભાષા પ્રમાણે, અમુક બાબતની જાણ
કરતી નોંધ એવો થતું હતું, જેને અત્યારે “નેટ” કહેવામાં આવે છે. આ અંગે આ મુસદ્દામાં જ (પાનું ૪) જે જણાવવામાં આવ્યું છે, તે ઉપરથી આને ભાવ સ્પષ્ટ રૂપે ખ્યાલમાં આવી શકે છે. આ લખાણ આ પ્રમાણે છે –
નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ સુધી આપણે પાલીતાણા દરબારને યાદી આપતા પણ અરજી કરતા નહીં'. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ મરણના છેવટના કાળ સુધી કહેતા ગયા
છે કે તમે પાલીતાણા દરબારની ગમે તેવી કનડગત પણ સહન કરજે પણ અરજી કરશે નહીં, A , “ પાછળથી પાલીતાણુ દરબારની કનડગતથી ધૈર્ય ખોઈ બેસીને અને “ અરજી આપે તે
કઈ જાતને કજીયે રહેશે નહિ” તેમ પાલીતાણું દરબારના કહેવાથી અરજી કરી, જેના પરિણામે કજિયા વધ્યા, પાલીતાણું દરબારના હાથ મજબૂત થયા, અને પાલીતાણું દરબાર કુલ માલીકી તરીકે બહાર પડવા નીકળ્યા, અને આપણે અત્યંત દુઃખમય સ્થિતિમાં આવી પડ્યા છીયે.” (“ભગવદ્ ગોમંડળ” નામે કોષમાં “યાદ” શબ્દને એક અર્થ આ પ્રમાણે આપવામાં આવ્યું છે: “(૩) કહેણુ; ઊતરતા દરજજાવાળે વિનતિ ને ચડતા દરજજાવાળો યાદ કરે તેવો અધિ
કારીઓ વચ્ચેને શિરસ્તે.” ઉપર આપેલ “યાદી” શબ્દ આ અર્થમાં જ લખવામાં આવ્યું છે.) ૨૧. સમાધાન માટેના આ મુસદ્દાની નકલ સ્વ૦ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સંગ્રહમાં છે, તેમાંથી આ લખાણ અહીં સાભાર ઉદ્દત કર્યું છે.
પાંચમી પાદધની પુરવણી પૃ૦ ૧૩૬ થી ૧૩૯ સુધી શ્રી શત્રુંજય તીર્થ ઉપર પધરાવવાની મૂર્તિઓના - નકરાની સવિસ્તર માહિતી આપવામાં આવી છે, તેના અનુસંધાનમાં પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૬-૧૯૫૮ના રોજ કરેલ આ ઠરાવ જાણો વિશેષ રસપ્રદ બની રહેશેઃ
શ્રી ગીરીરાજ પર પ્રતિમાજી પધરાવવા જેમની ભાવના હોય, તેમને આપણી પાસે શ્રી ગીરીરાજ પર પણ દાખલની પ્રતિમાજીઓ છે તેમાંના પ્રતિમાજી, રીવાજ મુજબ નકરે વિગેરે લઈ પધરાવવા મંજુરી આપવી. પરંતુ પ્રતિમાજી પધરાવવાની ભાવનાવાળા ગૃહસ્થના નામરાશી પ્રમાણે મળતા આવતા પ્રતિમાજી આપણી પાસે ત્યાં ન હોય તે બહારથી લાવી પધરાવવા દેવા મંજૂર કરવામાં આવે છે.”
આ ઠરાવ પેઢીના વહીવટદાર સામી વ્યક્તિની ધર્મભાવનાને ન્યાય આપવામાં, અમુક નિયમને ધૂળ દૃષ્ટિથી વળગી રહેવાને બદલે, કેવી ઉદારતા, ધર્મભાવના અને કેવા શાણપણને ઉપયોગ કરતા હતા તેનું દર્શન કરાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org