________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૩૭ એને નકરી રૂ. ૯૯રા થતે હતો. આ અંગે એમની અને પેઢી વચ્ચે પત્રવ્યવહાર થતાં, છેવટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ ભાઈઓની માગણી મુજબ, રૂ. ૮૫૧) નકરાના લઈને એમને, એમની પસંદગી મુજબનાં, પાંચ પ્રતિમાજીએ આપવાનું, તા. ૫-૧૨-૧૮૯૧ના રોજ, નક્કી કર્યું હતું.
નકરા વગર પ્રતિમાજી આપ્યાં–દેપલાના મહાજનને, નકરે લીધા વગર, ત્રણ પ્રતિમાજી આપવા બાબત, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૨-૧૦-૧૮૯૦ ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હતો, જે એમની વિવેકી ધર્મદષ્ટિનું સૂચન કરે છે–
દેપલાના માઝનને પ્રતમાજી નંગ ૩ વગર નકરે આપવા પ્રથમ તા. ૧૭ નવેંબર ૧૮૮૭ ના રોજ પાલીટાણે લખેલું છે, વાતે તેમને આપવા જે ત્રણ પ્રતિમાજી ગઈ સાલમાં ડુંગર ઉપરથી નીચે ઊતરાવેલી છે, તે પ્રતમાજી નગ૩ તેમને વગર નકરે આપવા પાલીટાણે લખવું.”
આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ, ખાસ જરૂર લાગે ત્યારે, સામી વ્યક્તિની પરિસ્થિતિ ઉપર વિવેકપૂર્વક વિચાર કરીને, એને બની શકે તેટલી રાહત પણ આપતા હતા. ચાલુ શિરસ્તામાં આવે અપવાદ કરવાની પાછળ એમની એક જ ભાવના રહેતી કે, જે તે સ્થાનના સંધને ધર્મની આરાધનાનું આલંબન મળી રહે.
બીજા કેટલાક દાખલા
મુંબઈના શા. કેસરીચંદ રૂપચંદ, હા. બાઈ મણિકુંવરબાઈએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, મોટી ટ્રકમાં, એક દેરાસરના રંગમંડપમાં, ચાર પ્રતિમાજીએ પધરાવવા માટે, ચાર પ્રતિમાઓ તથા જગ્યાનું નકરાન, કેસર-સુખડના તથા ગેખલા તૈયાર કરાવી આપવાના –એમ બધાના મળીને રૂ. ૧૮૦૦૧ આપવાનું કહેલ; તે ઉપરથી, તા. ૨૪-૪-૧૮૮૫ના રોજ, એમની પાસે વધુ રકમની માગણી કરવાનું અને તેઓ વધુ રકમ આપવા માગતાં ન હોય તે, રૂ. ૧૮૦૦માં એમની માગણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
મેટી ટકમાં, સૌથભિયા દેરાસરની નજીક દેરાસર બાંધવા માટે, ગઢને લગતી ૧૭ ગજ ૧૦ તસુ લાંબી અને ૧૫ ગજ પહેાળી જમીન, રૂ. ૩૧૦૦)ના નારાથી, કપડવંજવાળાં શ્રી માણેકબાઈના ટ્રસ્ટી દોશી શંકરલાલ વીરચંદને આપવાને, તા. ૯-૭–૧૮૯૫ના રોજ, ઠરાવ કરવામાં આવ્યું હતું.
ઉપર આપેલા ડાક દાખલાઓ ઉપરથી એટલું તારણ નીકળી શકે છે કે, ગિરિરાજ ઉપર, દેર કે દેરી બાંધવા માટે જમીનની માગણીને કે મૂર્તિને પધરાવવાની માગણીને મંજૂર કરવા માટે નકરાની રકમ, જે તે માગણીના ગુણદોષની વિચારણાને અંતે, નક્કી કરવામાં આવતી હતી. વળી કોઈક વાર આવી માગણી નામંજૂર કરવાને પણ પ્રસંગ આવતે.
નકરે પાછા આપીને પ્રતિમાજી પાછાં લીધાને એક પ્રસંગ ભાવનગરનું દાદાસાહેબના દેરાસરના નામથી જાણીતું જિનાલય, એક લાખ રૂપિયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org