________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
ફલેશ કે કનડગતના આવા પ્રસંગોએ તીર્થ અંગેના જૈન સંઘના હકકોની જાળવણી માટે તેમ જ જાત્રાળુઓની રાજ્ય તરફથી કોઈ પણ જાતની પરેશાની ન થાય એ માટે, ભૂતકાળમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે કામગીરી બજાવવામાં આવી હતી, તે એની દૂરંદેશી, કાર્યકુશળતા અને તીર્થ રક્ષા માટેની ધગશની સાક્ષી પૂરે છે. સ્વરાજય મળ્યા પછી રાજ્યોનું વિલીનીકરણ થયું એટલે દેશી રાજ્ય સાથેનાં ઘર્ષણને તે કોઈ સવાલ રહ્યો જ નહીં, છતાં પણ, કયારેક ક્યારેક, આપણા પ્રાદેશિક રાજ્યો સાથે અને વિશેષ કરીને કેટલાંક તીર્થોની બાબતમાં શ્રી દિગંબર જૈન સંઘ સાથે ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગે તો આવતા જ રહે છે. શ્રી સમેતશિખર તીર્થને લગતા આપણા સંઘના હક્કો માટે તે બિહાર સરકાર સાથે પણ પેઢીને સંઘર્ષમાં ઊતરવું પડયું હતું. આવા વખતે આપણી વાતની કાયદેસર રીતે અને સચોટપણે રજૂઆત કરવાનું જરૂરી થઈ પડે છે. તેમાંય શ્રી દિગંબર જૈન સંઘ સાથેના પ્રસંગોમાં તે ઘણી જ તકેદારી અને મક્કમતા રાખવી પડે છે.
પિતાના વહીવટ નીચેનાં તીર્થો અને જિનમંદિરનો જીર્ણોદ્ધારનું કામ તે પેઢી સારી રીતે સંભાળે જ છે, ઉપરાંત દેશભરમાંથી જ્યાં જ્યાંયથી પણ પિતાને ત્યાંનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે સલાહ તથા સહાય માગવામાં આવે છે, તેના ઉપર પણ પેઢી પૂરેપૂરું લક્ષ આપે છે, અને એ માટે લાખો રૂપિયા ખર્ચ પણ છે.
એ જ રીતે ખાસ જરૂરિયાતવાળા સ્થળે, શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવા માટે, નવું જિનમંદિર બનાવવાની જરૂર જણાય તો, તે માટે પણ પેઢી તરફથી જરૂરી માર્ગદર્શન તેમ જ મદદ આપવામાં આવે છે.
તીર્થભૂમિની કે જિનમંદિરની આસાતના થાય કે શ્રીસંઘની લાગણી દુભાય એવો કોઈ પ્રસંગ, ક્યાંય પણ, ઊભું થાય છે, એનું સત્વર નિવારણ કરવાનાં પગલાં પણ પેિઢી ભરે છે.*
વળી એને, જિનમંદિરે તથા તીર્થસ્થાનમાં, જ્યાં જરૂર હોય ત્યાં, પૂજા માટે કેસર, સુખડ, ફૂલ અને આંગીની સંતોષકારક વ્યવસ્થા કરી આપવી પડે છે, કીમતી આભૂષણે તથા ભારે આંગીઓની સાચવણી માટે તેમ જ એનો સરખી રીતે ઉપયોગ થતો રહે એ માટે ધ્યાન આપવું પડે છે, અને પિતા હસ્તકની જિનપ્રતિમા આપવા માટે નક નક્કી કરે વગેરે કામે પણ કરવાં પડે છે.'
જિનમંદિર અને તીર્થક્ષેત્રની સાચવણી તથા વ્યવસ્થાને લગતાં આવાં આવાં અનેક કાર્યો કરવા ઉપરાંત પેઢીએ ધર્મ અને સંઘને સ્પર્શતા અણધાર્યા આવી પડતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org