SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નહીં પણ ધર્મભાવના અને પાપભીરુતા અથવા ભવભીરુતાને કેન્દ્રમાં રાખીને, વિવેક, શાણપણ તથા દૂરદેશીપૂર્વક, કરવાનું હોય છે. અને તેથી આવી ધર્મની પેઢીના વહીવટની આધારશિલા પિતાનું તથા બીજાનું-એમ ઉભયનું કલ્યાણ સાધવાની ભાવના જ બની શકે છે. રાજસત્તા અને ધર્મ સત્તા વચ્ચે આ તફાવત પાયાનો કહી શકાય એવો છે. અને તે એના વહીવટ અને વ્યવહારમાં છત થાય તે જ એ વહીવટ પિતાના હેતુને અનુરૂપ થાય છે અને પોતાના હેતુને ન્યાય આપી શકે છે, એમ કહી શકાય. અને જ્યારે પણ ધર્મક્ષેત્રના વહીવટ પાછળની આ ભાવનામાં ઊણપ આવે છે, ત્યારે ધર્મરક્ષા અને -ધર્મપ્રભાવનાના કાર્યમાં પણ ખામી આવ્યા વિના રહેતી નથી. ત્યારે હવે, પેઢીનાં કામે તથા એના કાર્યક્ષેત્રની સવિસ્તર માહિતી આપતી વિગતોમાં ઊતરવાનું આગળ ઉપર રાખી, એની કેટલીક મુખ્ય મુખ્ય વિગતે જોઈએ. જિનમંદિર તથા તીર્થક્ષેત્રો પિઢીનું સૌથી પહેલું કામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં જિનમંદિરો અને તીર્થક્ષેત્રોની રક્ષા કરવાનું, એના હક્કો સાચવવાનું અને એને વહીવટ સંભાળવાનું છે. આ સાચવણી એવી રીતે કરવાની હોય છે કે, જેથી એ લાંબે વખત ટકી રહે, કઈ પણ કારણે એને કઈ પણ જાતનું નુકસાન થયું હોય તો તરત જ એને સમું કરાવી લેવામાં આવે, અને એને લગતા જે કંઈ હક્કો મળેલા હોય તેનું બરાબર પાલન તથા જતન થતું રહે. વળી, એનો વહીવટ સંભાળવામાં ભાવિક જનોને દર્શન-પૂજનમાં કઈ પણ જાતની તકલીફ ન પડે, બધાં કાર્યો નિયમસર અને કઈ પણ જાતના વિક્ષેપ વગર થતાં રહે અને તીર્થક્ષેત્ર અને જિનમંદિરોમાં દાખલારૂપ સ્વચ્છતા સચવાઈ રહે એવી કામગીરીને પણ સમાવેશ થાય છે. આવા પ્રકારની કામગીરીમાં તીર્થો કે જિનમંદિરોના હક્કોની સાચવણું કરવાનું કામ ખૂબ દૂરંદેશી, કુનેહ અને ધર્મનિષ્ઠા માગી લે એવું હોય છે. સ્વરાજ્ય મળ્યા પહેલાં (સને ૧૯૪૭ પહેલાં) જૈન સંઘનાં અનેક તીર્થો, બ્રિટિશ હકૂમતના પ્રદેશ ઉપરાંત, ( શાસ્તનાં જુદાં જુદાં દેશી રાજ્યોમાં પણ આવેલાં હતાં અને તેને લીધે એવાં રાજ્ય સાથે તિીર્થસ્થાને અથવા યાત્રિકોની સારસંભાળ નિમિત્તે, અવારનવાર, ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગો પણ ઊભા થતા રહેતા હતા. આ વખતે પૂરેપૂરી મક્કમતા, સમજ, વિવેક અને મમ્રતાની સાથે નીડરતાથી કામ કરવું પડતું. તેમાંય તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તે વખતે પાલીતાણા રાજ્યમાં હોવાથી, રખે ઉપરાંત બીજાં સંખ્યાબંધ નાનાં-મોટાં અને સાથો-ખેટાં કારણોને આગળ કરીને, પાલીતાણા રાજ્ય તરફથી જેન સંધની અનેક રૂપે કનડગત થતી રહેતી હતી. — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy