________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ આ ઉપરાંત અહીં આ બાબતમાં બીજા એક દસ્તાવેજને પણ નિર્દેશ કરવા જેવો છે. આ દસ્તાવેજ સને ૧૮૨૧ એટલે કે વિસં. ૧૮૭૮ને છે. તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ આર. ખાનવેલની દરમિયાનગીરીથી જૈન સંઘ અને પાલીતાણાના દરબાર વચ્ચે રખેપાની બાબતમાં એક કરાર થયું હતું, જે રોપાને લગતે બીજો કરાર ગણાતા હતા. આ કરાર મુજબ જૈન સંઘે પાલીતાણાના દરબારને, દસ વર્ષ સુધી, દર વર્ષે રૂ. ૪૫૦) આપવાના હતા. આમાં રૂ. ૪૦૦૦) દરબારના, રૂ. ૨૫૦] રાજગરના અને રૂ. ૨૫૦) ભાટસમસ્તના મળીને રૂ. ૪૫૦૦ નક્કી કર્યા હતા. જેન સંઘની વતી આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીને સામેલ કરવામાં આવેલ હતા. કરારની શરૂઆત આ પ્રમાણે થાય છે : “લી. ગોહેલ શ્રી કાંધાજી તા. કુંવર ને ઘણજી જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણું જત સાવકને સંઘ તથા પરચૂરણ આદમી પાલીતાણે જાત્રાને આવે છે તે ઉપર અમારી રખોપાની લાગત છે.”
આ પછી આ કરારની વિગતો આપવામાં આવી છે, પણ એની ચર્ચા અહીં નહીં કરતાં રખોપાના કરારને લગતા દસમાં પ્રકરણમાં કરવામાં આવી છે; અહીં તે એટલું જ જણાવવાનું છે કે, સને ૧૮૨૧ના આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પાલીતાણાના રહેવાસી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ કરાર વિસં. ૧૮૭૮ના માગસર સુદિ ૧૫, તા. ૯-૧૨-૧૮૨૧ ના રોજ કરવામાં આવ્યો હતો. આ કરારને અંગ્રેજી અનુવાદ “The Palitana Jain Case” નામે અંગ્રેજી પુસ્તકના ૧૧૧-૧૧૨માં પાને અને ગુજરાતી ભાષાને મૂળ આખે કરાર, આ પુસ્તકને ગુજરાતી અનુવાદ
પાલીતાણા જૈન પ્રકરણ” નામે બહાર પડે છે, તેમાં આપવામાં આવ્યું છે. આ બંને પુસ્તકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવ્યાં છે.
આ કરારને અસલ દસ્તાવેજ તથા, આ કરાર મુજબ, દરબારશ્રીને પૈસાની ચૂકવણી કરવામાં આવી તેની વિ. સં. ૧૯૧૬ની સાલ સુધીની પહોંચ પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામની સચવાયેલી છે.
પાલીતાણા રાજ્યના દફતરમાંથી મળતી માહિતી શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણું રાજ્યમાં આવેલું હતું અને પાલીતાણા રાય સાથે, એક યા બીજા કારણે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, પત્રવ્યવહારરૂપે, કેઈ મુદ્દા અંગે ફરિયાદરૂપે કે એવી જ કઈ બાબતને કારણે, સતત સંપર્કમાં રહેવું પડતું હતું. એટલે જે જૂના પાલીતાણું રાજ્યનું દફતર જોવા મળી શકે તે એમાંથી પણ પેઢી કેટલી પ્રાચીન છે એના કેટલાક વધુ પુરાવા મળી શકે, પણ હવે એ બનવું અશક્ય નહીં તે પણ અતિ મુશ્કેલ તો છે જ. આમ છતાં, પાલીતાણાના ઠાકોર સાથે છેલ્લે છેલ્લે સને ૧૯૨૬ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org