SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૧૧ પેઢીના નામ અંગે તારણરૂપ જે નિર્ણય થઈ શકે છે, તે આ પ્રમાણે છે – (૧) પાલીતાણુના વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું અમદાવાદનું નામ સૌથી પહેલું મળે છે. (૨) શ્રી શત્રુંજય ગિરિરાજને વહીવટ સંભાળતા પાલીતાણાના શ્રી સિદ્ધાચલજીના કારખાનાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ઓળખાવવાની શરૂઆત વિસં. ૧૮૦૫થી એટલે કે પાલીતાણાના ચોપડામાં અમદાવાદની આણંદજી કલ્યાણજીની પિઢીનું નામ જ્યારથી મળે છે, ત્યારથી ૧૮ વર્ષ પછી થઈ; પણ એમાં “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એટલે વધારાનો ઉલ્લેખ કરવામાં આવતા હતા. (૩) અને છેવટે, “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એવા કોઈ પણ જાતના ઉલ્લેખ વગર, પાલીતાણાને વહીવટ સંભાળનાર સંસ્થાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું ચોખે-ચોખું નામ, દસ વર્ષ પછી, વિ. સં. ૧૮૧૫ની સાલથી મળે છે. આ પુરાવાને આધારે એમ પણ નકકી કરી શકાય છે કે, અમદાવાદ સંઘની પેઢી શેઠ આણંદજી કલ્યાણજી નામથી વિ. સં. ૧૭૮૭ પહેલાં પણ કામ કરતી હતી. ખરેખર, આ નામ વિ. સં. ૧૭૮૭થી પણ કેટલું જૂનું હશે, એ નક્કી કરવા માટે બીજા સાધનોની જરૂર રહે છે. પણ એવું કંઈ સાધન ન મળી આવે તેય આ નામ અઢીસો વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એ વાત નિર્વિવાદ છે. શ્રી શત્રુંજય મહાતીર્થના ચોપડામાં સચવાયેલા આ પુરાવાઓનું મહત્ત્વ દસ્તાવેજી પુરાવા જેવું જ છે, એમાં શંકા નથી. વળી આ પુરાવાઓ ઉપરાંત બીજા પણ કેટલાક પુરાવાઓ એવા મળે છે કે જે, આ બાબતમાં, નક્કર દસ્તાવેજી પુરાવાઓની ગરજ સારે છે, જે આ પ્રમાણે છે– - બીજા નક્કર પુરાવા શ્રી સિદ્ધાચલજી તીર્થને વહીવટ પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળતી હતી, એને જૂનામાં જૂને દસ્તાવેજી પુરા પાલીતાણાના દસ્તાવેજોમાંના સાત નબરની ફાઈલમાંના બે દસ્તાવેજો રૂપે સચવાયેલ છે. આ બન્ને દસ્તાવેજો પાલીતાણાના દરબાર ગેહેલ ઉન્નડજી તથા કુંવર બાવાજીએ કરી આપ્યા છે, અને બન્નેમાં એમની સહીઓ છે. આમાંને એક દસ્તાવેજ વિ. સં. ૧૮૩૩ને છે અને એની અંદર શેઠ આણંદજી કલ્યાણજીનું નામ છે. અને બીજે દસ્તાવેજ વિ. સં. ૧૮૬ન્ને છે. અને એ શેઠ આણંદજી કલ્યાણજીને લખી આપે છે. આ દસ્તાવેજો શાને લગતા છે તે સમજાતું નથી, પણ આ દસ્તાવેજો ગમે તે બાબતના હોય, પણ અહીં મુખ્ય વાત લગભગ ૨૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના દસ્તાવેજોમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ નોંધેલું મળે છે, એ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy