SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર આદિનાથ ભગવાનની લેકમાં “અદબદનાથ” તરીકે ઓળખાતી આ પ્રતિમા, એની વિશાળતાને કારણે, “અદ્દભુત આદિનાથ”ના નામથી ઓળખાય એ સ્વાભાવિક છે. અને જ્યારે આ પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૬માં થયાનો ઉલ્લેખ મળવા ઉપરાંત, શ્રી જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯માં રચેલ “વિવિધતીર્થ કલ્પ” અંતર્ગન અને વિ૦ સં૦ ૧૩૮૫માં રચેલ “શત્રુંજયતીર્થકલ્પ ”માં પણ આને ઉલેખ મળતો હોય તે, આ પ્રતિમા એના કરતાં પણ પહેલાંના સમયની છે એ નિશ્ચિત થાય છે. અદ્દભુત આદિનાથ” તરીકે ઓળખાતી આ વિશાળ પ્રતિમા શ્રી ઋષભદેવ ભગવાનની જ હોવા છતાં, કર્નલ જેમ્સ ટેડે એમના “ Travels in Western India” નામે પુસ્તક (પૃ૦ ૨૮૮)માં એને “આદિ-બુદ્ધનાથજી” તરીકે ઓળખાવીને એને બૌદ્ધધર્મ સાથે સંબંધ દર્શાવતાં લખ્યું છે કે, “ About half-way up stands the statue of Adi-Budha-Nathji, or the First Divine Budha', of amorphous proportions. ... ... This name affords another proof of the identity of the impersonations of Buddha and the Jineswars; indeed, my authorities recognized no difference between Arbudha and Ad-nath, the First Intelligence and First Divinity, though Europeans have contrived to puzzle themselves on the subject.” અર્થાત “ઉપરના ભાગે અડધું ચડીએ, ત્યાં આદિ-બુદ્ધનનાથજીની એટલે કે “પહેલા દિવ્ય બુદ્ધ ની, સપ્રમાણતા વગરની મૂર્તિ ખડી (બેઠી) છે. ... ... આ નામ બુદ્ધ અને Corautleil Bulqizal (Impersonations ) 2222 314cfal 212241491 (Identity )au બીજો પુરાવો પૂરો પાડે છે. સાચે જ, મારી પાસે જે પુરાવાઓ છે તે, આરબુદ્ધ (કે અરબુદ્ધ, એ જે હોય તે, પણ આ શબ્દને ભાવ સમજાતું નથી; એમાં કંઈ અશુદ્ધિ તે નહીં હોય, એવી શંકા પણ જાગે છે.) અને આદ-નાથ–પ્રથમ બુદ્ધિમત્તા” અને “પ્રથમ દિવ્યતા વચ્ચે કશા ભેદને સ્વીકારવાનો ઇન્કાર કરે છે–જો કે આ વિષયમાં યુરોપિયનેએ એવી શોધ કરી છે કે જેથી તેઓ પોતે જ દુવિધામાં પડી ગયા છે !” (નોંધ-ચેથા પ્રકરણની ૨૭મી પાદનોંધમાં સૂચવ્યા પ્રમાણે, જેમ કર્નલ કેડે કરેલ પાલીતાણા”ને “પલીનું સ્થાન” એ અર્થ આપણે સ્વીકારી શકતા નથી, તે જ રીતે “અદ્ભુત આદિનાથ ” આદિબુદ્ધનનાથજી” એવો જે અર્થ એમણે કર્યો છે અને સાથે સાથે બુદ્ધ અને જિનેશ્વર વચ્ચે એકસરખાપણું હોવાની જે વાત એમણે અહીં કરી છે, તે પણ, વાસ્તવિકતાથી વેગળી હોવાથી, આપણાથી સ્વીકારી શકાય એવી નથી. (ખરી રીતે તે, આવું કથન કરીને તેઓ શું કહેવા માગે છે, તે જ અસંદિગ્ધ અને સ્પષ્ટ રૂપમાં સમજવું મુશ્કેલ લાગે છે.) ૨૭. શ્રી પ્રેમવસી તરીકે જાણીતી આ સાતમી ટૂક બંધાવનાર શ્રેણી શ્રી પ્રેમચંદ લવજી મેદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy