________________
શેઠ આઠ કહની પેઢીને ઇતિહાસ
૨૩. અહીં એ વાત ખ્યાલમાં રાખવાની છે કે, બાહડ મંત્રીએ કરાવેલ શત્રુંજય તીર્થના ૧૪મા
ઉદ્ધાર વખતે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની નવી મૂતિ ભરાવવી નહોતી પડી, પણ પહેલાંના લાકડાના જિનાલયમાં જે મૂ તિ હતી તેની જ પ્રતિષ્ઠા કરાવી હતી, કારણ કે આ ઉદ્ધાર કઈ જાતની ભાંગફેડને કારણે કરવો નહતો પડયો, પણ લાકડાના મંદિરના સ્થાને પથ્થરનું
મંદિર બનાવવા માટે જ કર્યો હતો. ૨૪. ગિરિરાજની જયતલાટીના ઉપરના ભાગમાં બંધાયેલ “ધનવસહીની ટૂક', જે “બાબુના
દેરાસર” તરીકે વિખ્યાત બનેલ છે, તેનું વિશાળ અને સુંદર જિનાલય મુર્શિદાબાદનિવાસી રાય ધનપતસિંહજી તથા લખપતસિંહજી–એ બે ભાઈઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેિય નિમિત્તે બંધાવરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા વિસં. ૧૯૫૦ના માહ શુદિ દશમના રોજ કરવામાં આવી હતી. આ ટ્રકની ગણતરી પણ તીર્થાધિરાજના ચાલુ રહેલ વિકાસમાં જ કરી શકાય. પણ, એ વાતને બાજુએ રાખીએ અને, છેલ્લા બેએક દાયકા દરમ્યાન પણ થયેલ વિકાસને વિચાર કરીએ તે, બાબુના દેરાસરની સામે, ૧૦૮ તીર્થોની દેરીઓ સાથે સમવસરણ મંદિરના નામે, બની રહેલ મોટે જિનપ્રાસાદ, ઘેટીની પાગે બનેલ ત્રણ નવાં જિનાલયો વગેરે પણ આ વાતની સાક્ષી પૂરે છે. વળી પાલીતાણું શહેરથી તે તળાટી સુધીના એકાદ માઈલ જેટલા લાંબા માર્ગમાં બનેલ શ્રી કેસરિયાજીનગરનું ભંયરા તથા બે માળવાળું આલિશાન જિનાલય તેમ જ કેટલીક ધર્મશાળાઓ વગેરેમાં બનેલ નાનાં-મોટાં દેરાસરો પણ
તીર્થના સતત થઈ રહેલ વિકાસનું જ સૂચન કરે છે. ૨૫. ગિરિરાજ ઉપર વાઘણપોળમાં પેસતાં, ડાબા હાથે, શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર
આવે છે, કે જ્યાં યાત્રિકે ચૈત્યવંદન કરે છે, તે પણ વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાઈમાં (વિ. સં. ૧૮૬૦માં) જ બનેલું છે, વળી વાઘણપોળથી હાથીપેળ સુધીમાં, જમણી તથા ડાબી બને બાજુ, બનેલ સંખ્યાબંધ જિનમંદિરોમાંના મોટા ભાગનાં જિનમંદિરે વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, અઢારમી સદીમાં, એગણીસમી સદીમાં તથા વીસમી સદીની શરૂઆતમાં સુધ્ધાં બનેલ છે. (જુઓ, શ્રી મધુસૂદન ઢાંકીએ લખેલી “તીર્થાધિરાજ
શ્રી શત્રુંજય ટૂંક પરિચય” નામે પુસ્તિકા, પૃ. -૧૩.) ૨૬. નવ ટૂક ધરાવતા, શ્રી શત્રુંજય ગિરિના બીજા શિખર ઉપર તે પ્રાચીન જૈન સ્થાપત્યે સાવ ગણ્યાંગાંઠાં જ હતાં. આ અંગે શ્રી મધુસૂદન ઢાંકી ઉપર સૂચિત પુસ્તિકામાં લખે છે કે –
“ખરતરવસી ટ્રકમાં પ્રવેશતાં શ્રી શાંતિનાથ ભગવાન અને મરુદેવી માતાનાં પ્રાચીન સ્થાને આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તે ચૌદમા શતકનું છે. અને મરુદેવીનું મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાશ્તા કાળનું છે. પણ બને સ્થાને ઉલેખ સોલંકીકાલીન સાહિત્યમાં મળતું હોઈ એ મંદિરો અસલમાં વિશેષ પ્રાચીન હોવાં જોઈએ.” (પૃ૦ ૧૪). “મેદીની ટૂકથી નીચે પિસે જેટલાં પગથિયાં ઊતરતાં ખડક પર કંડારેલ “અદભુત આદિનાથ”ની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે. આની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં.૧૬૮૬ (ઈ. સ. ૧૬૩૦)માં ધરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાને જિનપ્રભસૂરિએ “પાંડવકારિત ઋષભ” તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ “સ્વયંભૂ આદિનાથ', “અદભુત આદિનાથ' વગેરે શબ્દથી ઉલ્લેખ કરેલે હેઈ, તે પ્રાચીન છે” (પૃ. ૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org