SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય (૨) વહીવટ અને વિસ્તાર તીર્થની મુલાકાત લીધી તે પહેલાં (તા. ૯-૧૨-૧૮૨૧ના રોજ) તે, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ, કેપ્ટન આર. બાર્નવેલની દરમિયાનગીરીથી, પાલીતાણું રાજ્ય અને જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે, વાર્ષિક રૂ. ૪૫૦૦ને રખેપાને બીજો કરાર થઈ ગયું હતું. એટલે પછી રાજ્ય કઈ પણ યાત્રિક પાસેથી, યાત્રાવેરા તરીકે, કોઈ પણ રકમ વસૂલ કરવાની હતી જ નહીં. તે પછી શત્રુંજયની જાત્રાએ આવતા દરેક યાત્રિક પાસેથી, પાલીતાણ રાજ્ય દ્વારા, યાત્રાવેરા તરીકે, એક રૂપિયે લેવાતો હોવાની ખોટી માહિતી કર્નલ જેમ્સ ટેડને કે, કેવી રીતે આપી હશે, એ સવાલ થયા વગર રહેતો નથી; કારણ કે, રખેપાના કરારને બરાબર અમલ થતા રહે અને રાજ્ય તરફથી, યાત્રિકને, યાત્રા કરવામાં, કેઈ પણ જાતની કનડગત વેઠવી ન પડે, એની પૂરી તકેદારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રાખવામાં આવતી જ હતી.) ૧૧. શ્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધારના અનુસંધાનમાં, વિશેષમાં, એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, કર્માશાએ ભરાવેલ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ પરિકર ગોઠવવામાં આવેલ ન હતું. એટલે કે, કેવળ પરિકર વગરની વિશાળ પ્રતિમાની જ એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠાને સવિસ્તર શિલાલેખ પણ મૂળનાયક ભગવાનની પલાંઠી ઉપર તેમ જ આરસની જુદી શિલા ઉપર પણ કોતરવામાં આવેલ છે. પણ અત્યારે મૂળનાયક ભગવાનની આસપાસ જે સુંદર શિલ્પવાળું પરિકર મૂકવામાં આવેલ છે તે, આ પ્રતિષ્ઠા પછી ૮૩ વર્ષ એટલે કે વિ. સં. ૧૯૭૦માં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા એમના મોટા ભાઈ શ્રી વર્ધમાન શેઠે બનાવરાવ્યું હતું, જે વાત આ પરિકર ઉપર કોતરવામાં આવેલ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. એ શિલાલેખો આ પ્રમાણે છે– મૂળનાયકના પરિકરમાંની પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી તથા શ્રી નેમિનાથજીની મૂર્તિના મસ્તક પરનો સળંગ લેખ– ॥०॥ संवत् १६७ [0] श्री अहम्मदावाद वास्तव्य साधु सहसकरण सत सा० शांतिदास नाम्ना श्री आदिनाथ परिकरः कारितः प्रतिष्ठितश्च તો [શ્રી શાંતિનાથજીની મૂર્તિ ઉપર લેખ ] पातसाहि श्री अकब्बरभूपालदत्त षण्मासि अभयदान श्री हीरविजयसूरि पट्टभृत् पातसाह श्री अकबर [प्र] दत्त लब्धजयभट्टारक श्री विजयसेनसूरिभिः ॥ [ શ્રી નેમિનાથજીની મૂર્તિ ઉપરનો લેખ ]. મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શાંતિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચેને લેખ ॥र्द० ॥ सा० शांतिदास नाम्ना श्री शांतिबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकपुरंदर श्री विजयसेनसूरिभिः ॥ श्री॥ મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શ્રી નેમિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચે લેખ ॥०॥ सा० शांतिदास नाम्ना श्री नेमिनाथबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकचक्रवर्ति भट्टारक श्री विजयसेनसूरिभिः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy