SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આર કટની પિઢીને ઇતિહાસ જોખમથી ભરેલે યુદ્ધને અવસર છે; ન માલૂમ ક્યારે શું થાય? કદાચ મેતના મોંમાં સમાઈ જવાને પણ વખત આવે ! એટલે, સમરાંગણમાં પહોંચતાં પહેલાં, ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, યુગાદિદેવ શ્રી ઋષભદેવની યાત્રા કરી લેવી ઉચિત છે. અને મંત્રીએ તરત જ, પિતાના મન સાથે એ બાબતને નિશ્ચય કરી લઈને, પોતાના સાથીઓને એ વાતની જાણ કરી. વઢવાણથી બે માર્ગ જુદી જુદી દિશામાં ફંટાતા હતાઃ એક જૂનાગઢ તરફ જતો હતો અને બીજે પાલીતાણા તરફ. નાના સેનાપતિઓ સાથે સેનાને જુનાગઢ તરફ કૂચ કરવા એમણે આદેશ આપ્યું અને પોતે સમયસર યુદ્ધભૂમિ ઉપર પહોંચી જશે એમ કહીને, એમણે બીજી દિશામાં શ્રી શત્રુંજય તીર્થ તરફ પ્રયાણ કર્યું. અને ઝડપથી પાલીતાણા પહોંચીને તેઓ યાત્રા માટે ગિરિરાજ ઉપર ગયા મંત્રીશ્વર ભાવ-ભક્તિથી ભગવાન ઋષભદેવની પૂજા–સેવા કરીને, રંગમંડપમાં બેસીને, એકાગ્ર ચિત્ત ચૈત્યવંદન કરતા હતા, એવામાં કંઈક ખટખટખટ અવાજ થતા સાંભળીને એમની આંખો ખુલી ગઈ. જોયું તે, એક ઉંદર દીપકમાંથી સળગતી વાટ ખેંચી લઈને એક દરમાં પિસી રહ્યો હતો ! આ જોઈને મંત્રીશ્વરનું મન એ વિચારથી ઘણું ચિંતિત થઈ ગયું કે, આ રીતે ઉંદરો દીવાની સળગતી વાટ ખેંચી લઈને મંદિરમાં જ્યાં ત્યાં પેસતા રહે છે. ક્યારેક, દેવાધિદેવનું આ લાકડાનું મંદિર સળગીને ભસ્મ થઈ જાય ! અને, આવી અમંગળ શકયતાનું નિવારણ કરવા માટે, તરત જ એ વયેવૃદ્ધ મંત્રી પ્રવરે પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી ગિરિરાજ ઉપરના આ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર ન બને ત્યાં સુધી મારે હમેશાં એકાસણુનું તપ કરવું. - શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને અને એના ઉદ્ધાર માટેની આવી પ્રતિજ્ઞા લઈને ઉદયન મહેતા, પવન જેવી ઝડપી ગતિએ, યુદ્ધના મેદાનમાં જઈ પહોંચ્યા. પહાડે પહાડ અથડાવા તૈયાર ખડા હોય એમ બન્ને પક્ષનાં સૈન્ય યુદ્ધ માટે જાણે થનગની રહ્યાં હતાં. પરિ. સ્થિતિની ગંભીરતાને વિચાર કરીને એમણે યુદ્ધ દરમિયાન સેનાની આગેવાની પિતે જાતે જ સંભાળી લીધી. દુશ્મન અને એની સેના પણ કંઈ ઓછાં ઊતરે એવાં ન હતાં. યુદ્ધનો આરંભ થયે અને બન્ને પક્ષો વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. પળવાર તે જય-પરાજય ત્રાજવે તોળાઈ રહ્યા હોય એમ પણ લાગ્યું. પરંતુ અંતે ગૂર્જર સેનાનો વિજય થયું. પણ આ વિજ્યનું મૂલ્ય ગુર્જર સેનાને બહુ ભારે ચૂકવવું પડયું હતું : મંત્રીશ્વર ઉદયન મરણતોલ ઘાયલ થયા હતા, એમના અંગ-અંગમાંથી લોહી વહી રહ્યું હતું, એમને સંભાળપૂર્વક ઊચકીને તત્કાળ શિબિરમાં લઈ જવામાં આવ્યા; અને સૈન્ય સાથેના કુશળ વધે એમની સારવાર શરૂ કરી. પણ બધાને લાગ્યું કે, આમાંથી એમના બચવાની કોઈ આશા ન હતી ! પણ તીર્થાધિરાજના જિનમંદિરના ઉદ્ધારની તેમ જ તે પહેલાં ભગુકચ્છના (ભરુચના) શકુનિકાવિહાર જિનાલયના ઉદ્ધારની પિતે કરેલી પ્રતિજ્ઞા એમને અંત સમયે ખૂબ બેચેન બનાવી રહી હતી. છેવટે લાગણીભરી વિનતીથી, પિતાની પ્રતિજ્ઞાની વાત એમણે પિતાના સાથીઓને કરી. સાથીએએ એ પ્રતિજ્ઞા એમના પુત્ર બાહડ મંત્રી તથા આંબડ મંત્રી પૂરી કરશે, એવી એમને ખાતરી આપી. પિતાની પ્રતિજ્ઞા પિતાના પુત્રો પૂરી કરશે એ જાણીને મંત્રીને પૂરાં સંતોષ અને શાંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy